સુખસરમાં નિવૃત્ત આર્મીમેન ટીમ પોલીસ તંત્રની મદદે આવી

યાસીન મોઢિયા

સુખસર,તા.૨૧
કોરોનાવાયરસની મહામારી અટકવાનું નામ લેતી નથી.દુનિયાભરના તજજ્ઞો કોરોનાના દર્દીઓની સંખ્યા કેવી રીતે ઓછી થાય તેની ચિંતામાં છે. તેમજ તમામ વહીવટી તંત્રો દ્વારા વધુ લોકો કોરોનાનો ભોગ બને નહીં તે હેતુથી તમામ પગલા પણ ભરવામાં આવી રહ્યા છે.તેમ છતાં દાહોદ જિલ્લા સહીત ફતેપુરા તાલુકામાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓ હોવા બાબતે હાલ તપાસ થઇ રહી છે.તેવા સમયે આરોગ્ય ખાતા સહિત સલામતી તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે.અને પ્રજાના આરોગ્યની સલામતી જોખમાય નહીં હેતુથી ફતેપુરા તાલુકાના સુખસર પંથકના સ્થાનિક દસ જેટલા નિવૃત્ત આર્મીમેન દ્વારા પ્રજાની સલામતી માટે સ્વૈચ્છિક રીતે ફરજ ઉપર તૈનાત થયેલ જોવા મળી રહ્યા છે.
કોરોનાવાયરસ સંક્રમણને અટકાવવા માટે તાલુકા મથક ફતેપુરા નગર સહીત સુખસર,બલૈયા પાડલીયા,આફવા જેવા બજાર વિસ્તારોમાં સલામતી સ્ટાફ દ્વારા લોક ડાઉનનો પ્રજાજનોને ચુસ્તપણે અમલ કરાવાઈ રહ્યો છે.તેમ છતાં કેટલાક લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે.અને બિનજરૂરી અવર-જવર કરવામાં આવી રહી છે.જ્યારે કેટલાક બાઈક ચાલકો લટાર મારવા માટે પણ નીકળી પડતા હોવાનું જોવા મળે છે. ત્યારે હાલમાં કોરોના સંક્રમણની મહામારીને મહાત કરવા માટે સ્વેચ્છિક સલામતી માટે સ્થાનિક દસ જેટલા નિવૃત્ત આર્મીમેનની ટીમ સુખસરમાં ઉતારવામાં આવી છે.અને હાલ જાહેરનામાનો ચુસ્તપણે અમલ પણ કરાવવામાં આવી રહ્યો છે.તેમજ નિવૃત્ત આર્મીમેન તેમના પોશાકમાં જોવા મળતા નિયમનો ભંગ કરતા લોકોમાં સુધાર આવશે તેમ પણ જણાઈ રહ્યું છે. જોકે સુખસર ગામમાં અને સુખસર ગામમાંથી પસાર થતા માર્ગ ઉપરથી ઇમરજન્સી કામ સિવાય આંટાફેરા મારતા વાહનચાલકો માં ઘટાડો જોવા મળ્યો હતો અને જાહેરનામા નો ચુસ્ત અમલ થઈ રહ્યો હોવાનુ નજરે જોતા જણાઈ આવ્યું હતું.
#sindhuuday dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!