ઝાલોદ તાલુકાના લીમડી મુકામે ધારાસભ્ય મહેશ ભૂરિયાની આગેવાની હેઠળ અમૃત કળશ યાત્રા યોજાઈ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના લીમડી મુકામે ધારાસભ્ય મહેશ ભૂરિયાની આગેવાની હેઠળ અમૃત કળશ યાત્રા યોજાઈ.
આજરોજ તારીખ 16-10-2023 સોમવારના રોજ તાલુકા કક્ષાનો “મારી માટી મારો દેશ”અંતર્ગત130-ઝાલોદ વિધાનસભા લીમડી જીલ્લા પંચાયત સીટના લીમડી નગર ખાતે અમૃત કળશ રથયાત્રા યોજવામાં આવી હતી જે લીમડી નગરમા ફેરવી બી. પી. અગ્રવાલ હાઈસ્કૂલ લીમડી ખાતે આ કાર્યક્રમનુ સમાપન કરવામાં આવ્યું**જેમા વિશેષ ઉપસ્થિતિમાં 129-ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા, 130-ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરીયા, ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી શમાૅ, ભાજપા અગ્રણી મુકેશ કણાૅવટ, મુકેશ બંમ, જીલ્લા પંચાયતના સભ્યો , કૃષ્ણરાજ ભુરીયા, સુનિલ હઠીલા,ભાજપા જીલ્લા સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ નિશા નિનામા, કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પરમાર, તેમજ પૂવૅ તા. પં. સભ્ય અને ભાજપા ઉપ પ્રમુખ ઝાલોદ તાલુકો તેમજ લીલવાઠાકોર ગ્રામ પંચાયત ઉપ સરપંચ મુકેશ ખાંગુડા તેમજ, તાલુકા પંચાયત સભ્યો તમામ પંચાયતના સરપંચો, કાયૅકતાઁઓ તેમજ લીમડી નગર માંથી તમામ વેપારી ભાઈ બહેનો તેમજ નગર જનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા