ઠાસરામાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત.
નરેશ ગનવાણી નડિયાદ

ઠાસરામાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત નિપજ્યું છે
ઠાસરા તાલુકાના સાંઢેલી તાબેના જીભઈના મુવાડા ગામે રહેતા રાકેશભાઈ ગોતાભાઈ સોલંકીના કાકા નરેશભાઈ ભુલાભાઈ સોલંકી ગઇ કાલે પોતાની દીકરી ક્રિષ્ના ઉર્ફે ગોપી (ઉ.વ. ૭) સાથે બાઇક પર સાંઢેલીથી જીભઈના મુવાડા તરફ આવતા હતા. દરમિયાન કોઈ અજાણ્યા વાહને આ પિતા-પુત્રીના મોટરસાયકલને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ટક્કર વાગતાં નરેશભાઈ તેમજ તેમની ૭ વર્ષની દિકરી રોડ ઉપર પટકાયા હતા. જેના કારણે બંનેને શરીરે ગંભીર ઉજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાતા જોકે ૧૦૮ ટીમે તપાસીને ચેક કરતા નરેશભાઈ ભુલાભાઈ સોલંકી મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યુ હતું. જ્યારે ૭ વર્ષની દિકરી બંને હાથે ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવ મામલે રાકેશભાઈ ગોતાભાઈ સોલંકીએ અજાણ્યા વાહન ચાલક સામે ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
