ઝહરા ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં પ્રથમ વાર કપિગ ( હીજામાં) થેરાપીનો કેમ્પ યોજાયો.

સિંધુ ઉદય

ઝહરા ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં પ્રથમ વાર કપિગ ( હીજામાં) થેરાપીનો કેમ્પ યોજાયો.

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ખોજા નાકા પાસે, હાજીપીર ચોક, શાળા નંબર ૨૬ માં ઝહરા ફાઉન્ડેશન દ્વારા કપિગ ( હીજામા) થેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રાચીન થેરાપી છે અને તેની કોઈ આડઅસર થતી નથી તેમજ આ થેરાપી શરીરના કોઈ પણ ભાગ ના સાધાના દુખાવા જેમકે કમર, ગોઠણ વિગેરે તેમજ પેટની બીમારીઓ જેવી કે કબજિયાત,પેટ ફૂલવું, ગેસ, એસિડિટી તેમજ માથાનો દુખાવો, આંખના વિવિધ રોગો, ચામડીના રોગ, થાક, ડિપ્રેશન, હાઈ બ્લડ પ્રેશર વિગેરે અનેક બીમારીઓ માટે અકસીર ઇલાજ છે આ કેમ્પમાં કુલ ૩૨૭ લોકોએ લાભ લીધેલ હતો જેમાં ૧૦૫ મહિલાઓ એ લાભ લીધો હતો. ઝહરા ફાઉન્ડેશનના ફાઉન્ડર એડવોકેટ જેનબબેન ખફી વૉર્ડ નંબર ૧૨ ના કોર્પોરેટર દ્વારા જણાવેલ હતું કે આ થેરાપી પ્રાચીન કાળથી થતી આવતી હોય પરંતુ આધુનિક યુગમાં લોકોના ધ્યાનમાં આ અસરકારક થેરાપીને મૂકવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લઈ અમારી મહેનતને સફળતા આપેલ હતી અને હવે પછી આવનારા દિવસોમાં લોકો આથેરાપીને જાણે અને તેના લાભ મેળવે એવી અમારી આશા છે. આ કેમ્પમાં ઝહરા ફાઉન્ડેશનનું પ્રોત્સાહન વધારવા ખાસ પૂર્વ સાંસદ શ્રી વિક્રમભાઈ માડમે હાજરી આપી હતી તેમજ જુમા મસ્જિદ ટ્રસ્ટ બોડ ના પૂર્વ પ્રમુખ હાજી ઈબ્રાહીમભાઇ ખફી, કાદર બાપુ જુણેજા, પટણી સમાજના પ્રમુખ જુસબભાઈ, સંધિ સમાજના પ્રમુખ હાજી રિઝવાન ભાઈ જુણેજા, વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટર કાસમભાઈ જોખીયા, વોર્ડ નંબર ૪ ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, શિક્ષણ સમિતિના સભ્ય આનંદભાઈ ગોહિલ, વાઘેર જમાતના પ્રતિનિધિ મહેબૂબ ભાઈ મકવાણા, એડવોકેટ ઈમ્તિયાઝ ભાઈ કોરેજા, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અલ્તાફ ભાઈ ખીરા, શહેર કોંગ્રેસ મહામંત્રી સાજીદ ભાઈ બ્લોચ એવાજ મહામંત્રી અબરારભાઈ ગજીયા, સામાજિક કાર્યકર આમદભાઈ એરંડિયા, તોસીફભાઈ એરંડિયા, જાકીરભાઇ પંજા, અલ્તાફભાઈ મેમણ, મુસ્તાકભાઈ ખુરેશીએ હાજરી આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા કેમ્પના પ્રોજેક્ટ ઇન્ચાર્જ : હુસેનભાઇ બાજરીયા, રહેમાન ભાઈ બલોચ, સલીમભાઈ બાલીયા, આસિફ ભાઈ મક્રરાણી તેમજ ઝહરા ફાઉન્ડેશનની ભાઈ બહેનોની ટીમે તેમજ અખ્તરભાઈ ખલીફાની ટીમે જહમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!