બોગસ તબીબ ઝડપાયો:
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
બોગસ તબીબ ઝડપાયો:
ડીગ્રી વગર એલોપેથીક દવા ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો પશ્ચિમ બંગાળના બોગસ ડોક્ટરને
મહીસાગર SOGએ ઝડપી પાડ્યો
પંશાત.કનૈયાલાલ રાય, હાલ રહેવાસી, ગામ સીમલીયા, સંતરામપુર નો જે કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે, સર્ટીફીકેટ વગર ડોક્ટર તરીકેનું રૂપધારણ કરી અને બીમાર લોકોને તપાસી એલોપોથીક દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે એસ.ઓ.જી. સ્ટાફના માણસોને સુચના કરતા સ્ટાફના માણસોએ મેડીકલ ઓફીસર તથા ફાર્માસીસ્ટને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા આ બોગસ તબીબને ગેરકાયદેસર રીતે રાખેલ એલોપેથીક દવાઓ અંદાજીત રૂપિયા 45,153 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સંતરામપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે. આગાઉ પણ પોલીસ દ્વારા ડીગ્રી વગરના બોગસ ડોકટરોને દવાઓ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.