દાહોદ જિલ્લાની દેવગઢ બારીઆ પોલીસે દેવગઢ બારીઆના વિરોલ ગામેથી રૂા. ૪૭.૪૮ લાખના લીલા ગાંજાના વાવેતર સાથે ખેતર માલિકને ઝડપી પાડ્યો
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના વિરોલ ગામેથી દેવગઢ બારીઆ પોલીસે એક ઈસમના ખેતરોમાંથી વનસ્પતિ માદક પદાર્થ લીલા ગાંજાના નંગ. ૭૦૨ છોડ જેની કિંમત રૂા. ૪૭,૪૮,૫૦૦ના અધધ કિંમતના લીલા ગાંજાના છોડ સાથે ખેતર માલિકને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે ત્યારે જાણવા મળ્યાં અનુસાર, લીલા ગાંજાનું આ ત્રીજુ વાવેતર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.

