દાહોદ શહેરના દેસાઈવાડા વિસ્તારમાં મકાનમાં ચોરીની ઘટનામાં વધુ એક ઈસમ ઝડપાયો : સોનાના દાગીના રિકવર કરાવામાં આવ્યાં
દાહોદ તા.૧૮
દાહોદ શહેરના દેસાઈવાડા ખાતે રહેતાં એક વ્યક્તિના બંધ મકાનમાંથી રૂા. ૧૫,૨૦,૦૦૦ રોકડા તથા સોનાના દાગીના મળી કુલ રૂા. ૧૬,૧૨,૪૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી ગયાં હતાં ત્યારે આ બનાવમાં થોડા દિવસો પહેલા દાહોદ એ. ડિવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીને અંજામ આપનાર બે ઈસમો પૈકી એકને ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપીયા ૧૫,૨૦,૦૦૦ રિકવર કર્યા હતાં ત્યારે ઝડપાયેલ ઈસમના સાગરીતના પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કરતાં ગતરોજ તેના અન્ય એક સાગરીતને પણ પોલીસે ઝડપી પાડી તેની પાસેથી સોનાના દાગીના રિકવર કર્યાનું જાણવા મળે છે.