દાહોદમાંથી ફરી ઝડપાયું માનવ તસ્કરી કૌંભાંડ : કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ૦૧ લાખમાં વેચી મારી
દાહોદ તા.૧૮
વર્ષ ૨૦૨૨માં દાહોદ તાલુકામાંથી એક ૧૬ વર્ષિય સગીરાને દાહોદનો એક યુવાન સગીરાને પત્નિ તરીકે રાખવા સારૂં તેણીને પટાવી, ફોસલાવી અપહરણ કરી લઈ નાસી ગયો હતો. આ મામલે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાંઈ હતી ત્યારે દાહોદની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટ દ્વારા આવા અપહરણના ગુન્હાઓમાં આરોપીઓને શોધી કાઢવા માટે તપાસનો ધમધમાટ આરંભ કરતાં ૨૦૨૨ના આ બનાવમાં અપહરણ થયેલ સગીરાને રાજસ્થાન એક ઈસમને ભગાડી જનાર યુવકે ૧ લાખમાં વેચી દીધી હોવાનું પોલીસને જાણવા મળતાં અને ભગાડી જનાર યુવક તથા તેનો સાગરીત સહિત ત્રણ ઈસમો રાજસ્થાનની ભાગી છુટવાની પેરવીઓમાં હોઈ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટ દ્વારા રાજસ્થાન ખાતે ધામા નાંખી અપહરણ કરનાર યુવક સહિત ત્રણ ઈસમોને ઝડપી પાડી દાહોદ પોલીસ મથકે લઈ આવ્યાં હતાં.