કોરોનાને લઈ લીમડીમાં ટિફિન દ્વારા ઘેરબેઠા ભોજન વિતરણ

ગગન સોની/ધ્રુવ ગોસ્વામી
દાહોદ તા.24
હિન્દૂ જાગરણ મંચ તેમજ બજરંગ દળ અને ગ્રામ વિકાસ-સેવા સમિતિ દ્વારા લીમડીના સંયુક્ત ઉપક્રમે જરુતિયાત મંદને ઘેરબેઠા ભોજન ટિફિન દ્વારા પોહચડવાનું સેવાકાર્ય થઈ રહ્યું છે.
કોરોનાની મહામારી ને લઈ સમગ્ર વિશ્વ હચમચી રહ્યું છે ત્યારે ભારતમાં પણ છેલ્લા કેટલાય દિવસથી લોકડાઉન નો અમલ થઈ રહ્યો છે , એવા સમયે લીમડીમાં પણ ગ્રામ વિકાસ-સેવા સમિતી , હિન્દૂ જાગરણ મંચ , બજરંગ દળ દ્વારા રાશનની કિટનું વિતરણ કર્યા બાદ 3 તારીખ થી જરૂરિયાત મંદો ને બન્ને ટાઈમ ઘર બેઠા ભોજન ટિફિન સેવા પોહચાડવાનું સુંદર કાર્ય કાર્યકર્તાઓ દ્વારા થઈ રહ્યું છે .

કોરોના વેશ્વિક મહામારી જેવા રોગચાળા ની કપરી પરિસ્થિતિમાં લીમડી નગરમાં વિધવા બહેનો, બુજૂર્ગ ની સહાય માતાઓ ને ટિફિન સેવાના થકી મદદ કરવા આવી રહી છે, આ કાર્યને સજ્જન,ભામાશા લોકો ખૂબ બિરદાવી રહ્યા છે તેમજ ગ્રામજનો સેવાભાવિ લોકો દ્વારા ધન-ધાન્ય ના સ્વરૂપમાં સહયોગ કરાઈ રહ્યો છે વધુમાં કાર્યકર્તાઓ એ જણાવ્યું કે જ્યારે અમે ટિફિન આપવા જઈએ છીયે ત્યારે અમને કૈક અનેરી લાગણી, અનુભવ થઈ રહ્યો છે અમે પણ અમારા પર એક પરિવારના સદસ્ય ના રૂપમાં સ્વીકારીને આ દૈવી કાર્ય ના નિમિત્ત બન્યા હોય તેવો અનુભવ પ્રાપ્ત થઈ રહ્યો છે.
#dahod sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: