ગાંધીનગર ખાતે નવરાત્રી નિમ્મીતે આયોજીત મહાઆરતીમાં રાજ્ય શિક્ષણમંત્રી રહ્યા ઉપસ્થિત.
સિંધુ ઉદય
*ગાંધીનગર ખાતે નવરાત્રી નિમ્મીતે આયોજીત મહાઆરતીમાં રાજ્ય શિક્ષણમંત્રી રહ્યા ઉપસ્થિત*
રાજ્યભરમાં માં જગદંબાના આરાધ્ય પૂજા પર્વ નવરાત્રીનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે શક્તિ આરાધનાનાં પાવનકારી પર્વ નવરાત્રી નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ગાંધીનગર ખાતે આયોજીત મહાઆરતી પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ હાજરી આપી હતી અને તેઓ દ્વારા આદ્યશક્તિ અંબા માતાજીની ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. માતાજી સર્વે જીવાત્માનું કલ્યાણ કરે..સૌ ભક્તજનો પર માઁ ના આશીર્વાદ રહે એવી અભ્યર્થના રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ દ્વારા કરવામાં આવી હતી.