જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી.
સિંધુ ઉદય
જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી
જામનગર, સંજીવ રાજપૂત, જામનગર જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તમામ તાલુકાઓમાં સફાઇ ઝુંબેશ ચાલી રહી છે. જિલ્લામાં તા.૧૬ ઓકટોબરથી તા.૨૧ ઓકટોબર સુધી શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, પુરતત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં આવેલા શાળા પરિસર, પંચાયત કચેરી, નદીનાળા, માર્ગો, પાણીના સ્ત્રોતો, ટાંકા, પ્રતિમાઓ સહિતની સફાઇ કરી સુંદર કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લામાં રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે અને નાગરિકો સફાઇકર્મમાં શ્રમદાન કરવા જોડાઇ રહ્યા છે.