ધ્રોલ તાલુકામાં મિલેટ્સમાંથી બનાવેલા ગણપતીજીની રંગોળી બની લોકોના આકર્ષણનું કેન્દ્ર.
સિંધુ ઉદય
*ધ્રોલ તાલુકામાં મિલેટ્સમાંથી બનાવેલા ગણપતીજીની રંગોળી બની લોકોના આકર્ષણનું કેન્દ્ર*
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન મતસ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ-૨૦૨૩ અંતર્ગત મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકા કક્ષાનો કૃષિ મેળો તેમજ પ્રાકૃતિક કૃષિ -પ્રાકૃતિક પરિસંવાદનું આયોજન ખેતીવાડી શાખા ધ્રોલ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મિલેટ્સ આધારિત સ્ટોલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને લોકોને બાજરી તથા અન્ય હલકા ધાન્ય જેવા કે રાગી, જુવાર, કોદરી, ચીનો વગેરે રોજિંદા જીવનમાં આહારમાં લેવા અંગે સમજૂતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતિથીઓના સ્વાગત માટે ધાન્ય પાકો માંથી ગણપતિજીની રંગોળી બનાવવામાં આવી હતી. જેની તરફ મંત્રી સહિત તમામ લોકો આકર્ષાયા હતા.