ફતેપુરા તાલુકાના માધવામાં આડા સંબંધ હોવાનો શક રાખી શંકાશીલ પતિએ પરણીતાને માર મારતાં પતિ તથા સસરા વિરુદ્ધ ગુનો નોંધાયો.
શબ્બીર સુનેવાલા ફતેપુરા
*ફતેપુરા તાલુકાના માધવામાં આડા સંબંધ હોવાનો શક રાખી શંકાશીલ પતિએ પરણીતાને માર મારતાં પતિ તથા સસરા વિરુદ્ધ ગુનો નોંધાયો*
*મારનો ભોગ બનેલી પરિણીતા ફતેપુરા સરકારી દવાખાના અને ખાનગી દવાખાના બાદ દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે*
*પતિના મારનો ભોગ બનેલી પરણીતાના પેટમાં ઉછરી રહેલ ત્રણ માસના ગર્ભની પણ કસુવાવડ થઈ ગઈ હોવાનો પરણીતાનો અક્ષેપ.
ફતેપુરા તાલુકાના માધવાની ગર્ભવતી પરિણીતાને તેના પતિ તથા સસરા દ્વારા લાંબા સમયથી શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન કરતા અને સાતેક દિવસ અગાઉ પટ્ટા વડે તથા ગડદાપાટુનો મારમારી જ્યારે સસરા દ્વારા તને આ ઘરમાં રાખવી નથી અને છૂટાછેડા આપી દેવા છે.તેમ કહી પરણીતાને બિભીત્સ ગાળો આપી અવાર નવાર શારીરિક-માનસિક ત્રાસનો ભોગ બનેલી પરણીતાએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પતિ તથા સસરા વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા પોલીસ સ્ટેશન સુત્રો દ્વારા જાણવા મળેલ વિગતો મુજબ મૂળ સંતરામપુર તાલુકાના નાની ક્યારના વતની અને હાલ ફતેપુરાના કરોડિયા પૂર્વ ગામે રહેતા કાળુભાઈ દલાભાઈ ચમારની પુત્રી નર્મદાબેનના ગત પાંચેક વર્ષ અગાઉ માધવા ગામના શાંતિલાલ કુબેરભાઈ ચમારના પુત્ર હિતેશકુમાર સાથે લગ્ન થયેલ છે.અને હાલ સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર છે.જ્યારે ગત ૧૩ ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ સાંજના નર્મદાબેન જમી પરવારીને બેઠા હતા.તે દરમ્યાન પતિ હિતેશભાઈ શાંતિલાલ ચમાર નાઓ ઘરે આવેલ.અને નર્મદાબેનને જણાવેલ કે,તું બીજા જોડે આડા સંબંધ રાખે છે.તેમ જણાવી શંકાશીલ પતિએ નર્મદાબેન સાથે બોલાચાલી કરી પેન્ટ ઉપર પહેરવાના પટ્ટાથી મારઝુડ કરેલ અને બીજા દિવસે પણ માર મારેલ.જ્યારે ત્રીજા દિવસે પણ પતિએ પીઠના ભાગે માર મારેલ. જ્યારે સસરા શાંતિલાલ કુબેરભાઈ ચમારનાઓ એ પણ પરણીતાને જણાવેલ કે,તને અમારા ઘરે રાખવી નથી.અને તને છૂટી કરી દેવી છે.અને સસરા શાંતિલાલે નર્મદાના પિતા કાળુભાઈના ઓને મોબાઇલથી જણાવેલ કે,તમો આવો અને તમારી છોકરીને લઈ જાઓ.તેમ કહેતા પિતા કાળુભાઈ તથા ભાઈ દિલીપ તેમજ માતા વર્ષાબેન સહિત ભાભી તેજલ બેન આમ ચાર લોકો માધવા ગામે ગયેલ.અને પિતા કાળુભાઈ સાથે સસરા શાંતિલાલ દ્વારા પુત્રીને પરેશાન નહીં કરવાનું જણાવતા બોલાચાલી થયેલ. જેમાં હિતેશે સસરા કાળુભાઇને થપ્પડ મારેલ.તેમજ પરણીતાના પતિ તથા સસરાએ પરણીતાના પિતાને મા-બેન સમાણી બિભિત્સ ગાળો આપેલ અને ઘરમાંથી નીકળી જવા જણાવતાં પરણીતા નર્મદાબેન પોતાના ત્રણ વર્ષના પુત્ર સાથે ઘરમાંથી નીકળતા પતિ હિતેશે ત્રણ વર્ષના પુત્રને ઝૂંટવી લીધેલ હોવાનું પોલીસમાં બયાન આપ્યું હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે પરણીતા નર્મદાબેન પિતા કાળુભાઈ દલાભાઈ ચમારના ઓએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શારીરિક માનસિક ત્રાસ બાબતે ફરિયાદ આપતા પતિ હિતેશભાઈ શાંતિલાલ ચમાર તથા સસરા શાંતિલાલ કુબેરભાઈ ચમાર નાઓની વિરુદ્ધમાં પોલીસે આઈ.પી.સી કલમ-૪૯૮(એ)૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પતિ દ્વારા મારામારી કરતાં પેટમાં ઉછરી રહેલ ગર્ભને નુકસાન થયું હોવાનો પરણીતાનો આક્ષેપ*
પતિ હિતેશ દ્વારા નર્મદાબેનને પટ્ટા તથા ગડદાપાટુનો માર મારવાના કારણે પેટમાં ઉછરી રહેલ ગર્ભને નુકસાન થતાં ફતેપુરા સરકારી દવાખાનામાં સારવાર માટે ગયેલ.જ્યાંથી ફતેપુરા ખાનગી દવાખાનામાં જઈ તપાસ કરાવતાં પેટમાં ગર્ભ મૃત હાલત હોવાનું જણાયેલ.અને ફરીથી ફતેપુરા સરકારી દવાખાનામાં જતા ત્યાંથી રીફર ઓર્ડર લખી આપતાં મારનો ભોગ બનેલી નર્મદાબેનને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં રીફર કરાતા ગર્ભનો નિકાલ કરવામાં આવ્યો હતો.પેટમાં રહેલ ગર્ભને પતિની મારના કારણે નુકસાન થયું હોવાનો આક્ષેપ પરણીતા દ્વારા કરવામાં આવી રહ્યો છે.અને આ બાબતે તપાસ બાદ ગુન્હાની કલમ ઉમેરવા પોલીસ દ્વારા જણાવાઈ રહ્યું છે.હાલ નર્મદાબેન દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હોવાનું જાણવા મળે છે.