લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા પંચાયત વિસ્તારમાં આવતા ૩ ગામોને શેની ટાઇઝ કરવામાં આવ્યા

અર્જુન ભરવાડ

લીમખેડા તારીખ 24

લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા પંચાયત વિસ્તારમાં આવતા ૩ ગામોને શેની ટાઇઝ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિના મૂલ્ય સેનિટાઈઝર ની બોટલો અને માસ્ક નું વિતરણ કરી પ્રજાજનોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી હતી. કોરોના વાઈરસના સંક્રમણથી પ્રજાજનોને બચાવવા માટે સાવચેતીના ભાગરૂપે લીમખેડા તાલુકામાં આવેલી મોટા હાથીદરા ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ સોમભાઈ ડાંગી તથા તલાટી તખતસિંહ બારીયા દ્વારા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા મોટાહાથીધરા, વટેડા, તથા નાના હાથીદરા સહિતના ત્રણેય ગામોમાં વિનામૂલ્યે માસ્ક અને સેનેટ રાઈઝર ની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અગમચેતીના ભાગરૂપે આ ત્રણેય ગામોને શેની ટાઇઝ કરવામાં આવ્યા હતા સરપંચ અને તલાટી દ્વારા આ ત્રણેય ગામોમાં ઘરે ઘરે ફરીને માસ્ક તથા શેની સાઈઝ ની બોટલોનું વિતરણ કરી લોકોને કોરોનાવાયરસથી બચવા માટે ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી હતી.
#dahod sindhhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!