નડિયાદમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
નરેશ ગનવાણી
નડિયાદ
નડિયાદમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
નડિયાદ શહેરના સંતરામ મંદિરના પટાંગણમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજા
મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.શુક્રવારે સવારે દુર્ગામાતાજીની સ્થાપના કરવામાં આવી હતી . મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જયારે રવિવારે દુર્ગાષ્ટમી નિમિતે વિશેષ પૂજા અર્ચના યોજવામાં આવશે.
આ ઉત્સવને લઇને બંગાળી લોકો ધંધા રોજગાર બંધ રાખીને માતાજીની આરાધના કરવામાં આવે છે.
નિડયાદ બંગાળી સમાજના અગ્રણી બાપીકુમાર શીલે જણાવ્યું હતું કે, શહેર
સહિત જિલ્લામાં ૨૫૦ ઉપરાંત બંગાળીપરિવાર રહે છે.નડિયાદ શહેરમાં ૧૫૦ ઉપરાંત પરીવાર રહે છે. બંગાળી સમાજના શારદિયા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૭ વર્ષથી સંતરામ મંદિરના પટાંગણમાં પંડાલમાં આસો નવરાત્રિના છઠ્ઠના દિવસે દુર્ગાપૂજા મહોત્સવ ઉજવવામાં આવે છે.
છઠ્ઠા નોરતાંના દિવસે શુક્રવારે શણગારેલા પંડાલમાં દુર્ગામાતાજીની
આસ્થાભેર સ્થાપના કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં બંગાળી ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીની સવાર-સાંજ પૂજા અર્ચના કરવામાં આવશે. કલકતાના બ્રાહ્મણો દ્વારા માતાજી પૂજા તથા
ચંડીપાઠ તથા માતાજીના થાળની રસોઇ બનાવનાને બોલાવવામાં આવે છે. તેમજ બે ઢોલવાદકો દ્વારા સંગીત વગાડવામાં આવે છે. રવિવારે આઠમ નિમિતે માતાજીને વિશેષ પૂજા અર્ચના કરાશે. તા. ૨૪ મી નારોજ મંગળવારે અન્નકૂટોત્સવ યોજાશે.તા. ૨૫ મીએ બુધવારે બપોરે દુર્ગા માતાજીને વાજતે ગાજતે શોભા યાત્રા નીકળશે.આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક
કાર્યક્રમો આસ્થાભેર ઉજવાશે.