દાહોદ જિલ્લા નાગરિક વિકાસ સમિતિ, દાહોદ દ્વારા તંત્રને ફરસાણ મીઠાઈના ભાવમા ઘટાડો કરવા રજુઆત કરવામાં આવી હતી.
સિંધુ ઉદય
આગામી દશેરા, દિવાળી જેવા તહેવારોને આવનાર હોઈ ત્યારે ખાદ્ય તેલ સહિત અન્ય સામગ્રીમાં જંગી ભાવ ઘટાડો થયેલ હોઈ જેથી દાહોદ જિલ્લાના ફરસાણના વેપારીઓને ૩૦થી ૪૦ રૂા. ફરસાણના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવા માટે દાહોદ જિલ્લા નાગરિક વિકાસ સમિતિ, દાહોદ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર, દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી, પ્રાંત અધિકારી અને મામલતદારને આ મામલે લેખિત રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે દાહોદ જિલ્લા નાગરિક વિકાસ સમિતિ, દાહોદ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર, દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી, પ્રાંત અધિકારી અને મામલતદારને કરવામાં આવેલ લેખિત રજુઆતમાં જણાવ્યાં અનુસાર, આવનાર નજીકના દિવસોમાં દશેરા, દિવાળી તહેવાર આવી રહ્યાં છે. આ તહેવારો દરમ્યાન દાહોદ જિલ્લામાં મિઠાઈ, ફરસાણના વેપારીઓ સાથે તાલુકા, જિલ્લા કક્ષાએ બેઠક યોજવામાં આવે અને જેમાં મિઠાણ, ફરસાણના વેપારી સાથે બેઠક યોજી તાજેતરમાં ખાદ્યતેલ સહિત અન્ય સામગ્રીમાં જંગી ભાવ ઘટાડો થયેલ હોય તેમજ અવાર નવાર ફરસાણના વેપારી દ્વારા ખાદ્યતેલના ભાવ/વધારો ધ્યાનમાં રાખીને ફરસાણનો કમર તોડ ભાવ વધારો કરી ખુલ્લે આમ મો માગ્યા ભાવે ફરસાણ વેચતા હોય છે. તાજેતરમાં ખાદ્ય તેલ, અન્ય સામગ્રીના જંગી ભાવ ઘટાડાથી પંચમહાલ જિલ્લામાં મીઠાઈ, ફરસાણના વેપારીઓએ જિલ્લા પુરવઠા અધિકારી ગોધરા પંચમહાલના અધ્યક્ષ સ્થાને રૂા. ૨૦થી ૩૦ ભાવ ઘટાડાનો નિર્ણય લીધેલ છે તો દાહોદમાં શા માટે નહીં ? માટે દાહોદ જિલ્લામાં આવા વેપારીઓને રૂા. ૩૦થી ૪૦ ભાવ ઘટાડો કરવાની સુચનાઓ આપવામાં આવે, તહેવારોને અનુલક્ષીને મિઠાઈ, ફરસાણ પ્રમાણસર તોલીને આપવું, વાંસી ફરસાણ, મિઠાઈનો નાશ કરવો, તેનું વેચાણ કરવું નહીં, મિઠાઈષ ફરસાણના ઉત્પાદન અને વેચાણમાં સ્વચ્છતા જાણવવવા અને ઢાંકી રાખીને વેચાણ કરવા ટકોર કરવી તેમજ જરૂર પડે તો પ્રજાની સલામતી માટે મિઠાઈ, ફરસાણના સેમ્પલો જરૂરી ફુડ અધિકારીઓ દ્વારા મિઠાઈ તેમજ ફરસાણની ગુણવત્તાની તપાસ કરી, કરાવી ફુડ અધિકારીઓ દ્વારા મિઠાઈ તેમજ ફરસાણની ગુણવત્તાની સલામતી ખાતર જરૂરી ખાદ્ય તેલ, માવો સહિત અન્ય સામગ્રીના સેમ્પલો લેવા સહિત રૂા. ૩૦થી ૪૦ નો ઘટાડો મીઠાઈ, ફરસાણમાં કરવા વેપારીઓને સુચવા આપવા માટે દાહોદ જિલ્લા નાગરિક વિકાસ સમિતિ, દાહોદ દ્વારા તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.
