લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા સેનિટાઈઝરની બોટલો અને માસ્કનું વિના મૂલ્ય વિતરણ

અર્જુન ભરવાડ

લીમખેડા તા.24

લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા સેનિટાઈઝરની બોટલો અને માસ્કનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું અને માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળવા માટે ફરમાન કર્યું હતું તેમ છતાં પણ જાહેરમાં માસ્ક પહેર્યા વિના ના બહાર ફરવા બદલ આજે ૧૪ વ્યક્તિઓ પાસેથી રૂપિયા 3500નો દંડ કર્યો હતો લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા પ્રત્યેક ઘરમાં વિનામૂલ્યે માસ્ક અને સેનિટાઈઝર ની બોટલો નું વિતરણ કરવામાં આવ્યું હતું અને જો માસ્ક પહેર્યા વિના બહાર ફરતા વ્યક્તિને દંડ કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હોવા છતાં પણ આજે 14 વ્યક્તિઓને જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ રૂપિયા 3500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો બીજી તરફ લીમખેડા નગરને સતત સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે.
#sindhhuuday dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!