ચકલાસીમા ગેરકાયદેસર રીતે પોષડોડાનુ વેચાણ કરતો ઇસમ ઝડપાયો.

નરેશ ગનવાણી નડિયાદ
ચકલાસીમા ગેરકાયદેસર રીતે પોષડોડાનુ વેચાણ કરતો ઇસમ ઝડપાયો

નડીયાદ  એસ.ઓ.જી ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા ને માહિતી મળેલ કે, ચકલાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા છત્રસિંહ બુધાભાઇ વાઘેલા રહે. રાઘુપુરા, દેસાઇ સ્ટ્રીટ, ચકલાસી તા.નડીયાદ  પોતાના માલિકીના  ઘરમા ગેરકાયેદસર રીતે પોષડોડા રાખે છે અને ગેરકાયદેસર રીતે ખાનગીમાં વેચાણ કરે છે. જે માહિતી આધારે  જગ્યાએ એસ.ઓ.જી પોલીસ સ્ટાફના  માણસો સાથે રેઇડ કરતા
આરોપીના રહેણાંક મકાનમાંથી એક સફેદ કલરની મીણીયાની મોટી કોથળી જેમાં પોષડોડાના છાલાનો જથ્થો
મળી આવેલ જેનું વજન ૧૪.૭૯૦ કિલોગ્રામ જેની કિં.રૂ. ૪૪ હજાર ૩૭૦ તથા આરોપીની અંગઝડતી માંથી મળી
આવેલ એક  મોબાઇલ  કુલ મળી  કિં.રૂ. ૪૪ હજાર ૮૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી
ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે  કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી છત્રસિંહ બુધાભાઇ વાઘેલા રહે. રાઘુપુરા, દેસાઇ સ્ટ્રીટ, ચકલાસી તા.નડીયાદ જી.ખેડા
વોન્ટેડ આરોપી મુદ્દામાલ આપી જનાર એક અજાણ્યો ઇસમ જેનું નામ-ઠામ જણાઇ આવેલ નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: