હિરાપુરમાં નવરાત્રિ મહોત્સવના આઠમે નોરતે શિક્ષણમંત્રીએ આપી હાજરી.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
હિરાપુરમાં નવરાત્રિ મહોત્સવના આઠમે નોરતે શિક્ષણમંત્રીએ આપી હાજરી
સંતરામપુર તાલુકાના હિરાપુર મુકામે નવરાત્રિ મહોત્સવના આઠમે નોરતે ગરબા મંડળના આયોજકોએ શિક્ષણમંત્રી કુબેર ભાઈ ડિંડોરનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમજશિક્ષણમંત્રીએ સહપરિવાર સાથે આરતીનોલ્હાવો લઈ ગરબામાં રમઝટ બોલાવી હતી. તેમજ તેમના હસ્તે વડીલોને સાલઓઢાડી સન્માન કરી ખેલૈયાઓને લ્હાણીવિતરણ કરી હતી. સાથે સૌને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી. આ તકે યુવા નેતા સચીનભાઈ શાહ, તાલુકા મંડળના પ્રમુખ બળવંતભાઈ પટેલીયા, તાલુકામહામંત્રી છગનભાઇ માલ, ગરબા મંડળના આયોજકો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.