નડિયાદ ખાતે વિશ્વ કલ્યાણના આશયથી સવા ત્રણ લાખ સેનેરટી પેડનું વિતરણ કરાયું.
નરેશ ગનવાણીનડિયાદ
નડિયાદ ખાતે વિશ્વ કલ્યાણના આશયથી સવા ત્રણ લાખ સેનેરટી પેડનું વિતરણ કરાયું
ખેડા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં જનજાગૃત્તિનું ભગીરથ કાર્ય નડિયાદના વિણાબેન ઠાકોરભાઇ પટેલ દ્વારા ઉપાડવામાં આવ્યુ છે. આ પ્રેરણાત્મક કાર્ય વિશ્વરેકોર્ડ તરફ નોંધાવવા માટે આગેકૂચ કરી રહ્યું છે. આ રેકોર્ડથી સમગ્ર વિશ્વમાં નડિયાદનોં ડંકો વાગશે. શહેરના સંગાથ પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમની રૂપરેખા આપવા માટે કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં દેવુસિંહ ચૌહાણ-કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી, પૂવૅ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.આ અંગેની વધુ માહિતી આપતા એડવોકેટ જૈમિનભાઇ મહેતાએ જણાવ્યું હતુ કે વિણાબેન ઠાકોરભાઇ પટેલ ઘણી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. અત્યારસુધીમાં કેટલીય મહિલાઓના આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવાનું કાર્ય પણ તેઓના થકી કરવામાં આવ્યુ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નારી શક્તિ વંદના મુહિમ થકી મહિલાઓના માસિકધર્મ દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગ નહીં કરવાને કારણે ગર્ભાશયના કેન્શર તથા જાતિય બિમારીઓનો સામાનો કરવો પડે છે. તે બાબતે જાગૃત્તિ આવે તેમજ સમાજમાં આ બાબતે વધુ લોકો જાગૃત થાય તે માટે સવા ત્રણ લાખ સેનેટરી પેડનું વિતરણ કરવાનો વિચાર વિણાબેન ઠાકોરભાઇ પટેલને આવ્યો હતો. આ કાર્યને વિશ્વ રેકોર્ડ સાથે એટલા માટે જોડવામાં આવી રહ્યો છે કે, તેના થકી વધુમાં વધુ લોકો સુધી જન જાગૃતિનો સંદેશ પહોંચાડી શકાય. વિણાબેન ઠાકોરભાઇ પટેલે સૌ પ્રથમ આટલા મોટા પ્રમાણમાં સેનેટરી પેડ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર થકી ખરીદયાં હતા. તેમજ તેનું વિતરણ પણ ખેડા જિલ્લાના તમામ અંતરિયાળ ગામડાઓમાં કરવાનું આયોજન પણ કર્યું છે. અગાઉ આ પ્રમાણેનો રેકોર્ડ પંજાબની એક સંસ્થાના નામે ૨૬૦૦૧ સેનેટરી પેડ સાથેનો છે. જયારે આ ભગીરથ કાર્ય પૂર્ણ થતા વિશ્વ વિક્રમ બનશે. તેમજ નડિયાદનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગશે. આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે સમાજ માટે આ કાર્ય સંવેદના સભર અને પ્રેરણાત્મક છે. જે ખુબ જ જરૂરી છે. જયારે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે આ કાર્યને બિરદાવીને વિણાબેન ઠાકોરભાઇ પટેલને વંદન કર્યા હતા. જયારે સમાજિક અગ્રણી આશાબેન દલાલે હાલમાં પણ ગામડાઓમાં અને અંતરિયાળ વિસ્તારોમાં માસીક ધર્મ સમયે મહિલાઓની પરિસ્થીતી અંગેનો ચિતાર આપીને જે રીતે સેનેટરી પેડનું વિતરણ કરવાનું બીડુ વિણાબેન ઠાકોરભાઇ પટેલે ઝડપ્યું છે. તે ખરેખર બિરદાવવા પાત્ર છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહીલા મંત્રી જાનવીબેન વ્યાસે પણ પ્રસંગોપાત પ્રવચન આપ્યું હતુ. અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન દિનશા પટેલ નર્સિંગ સ્કૂલ,સરદાર પટેલ સ્કૂલ અને મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું

