લુણાવાડા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયો.

સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૨૫ પ્રશ્નોનો કરાયા.

લુણાવાડા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયો

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૨૫ પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલજાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેઓના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાયેલ સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ થઈ ગયા છે.આ 20 વર્ષમાં અસંખ્ય લોકોએ સ્વાગત કાર્યક્રમ થકી પોતાની મુશ્કેલીઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે.મહીસાગર જિલ્લાના લુણાવાડા મામલતદાર કચેરી ખાતે કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને ગ્રામ્ય અને તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આજરોજ કુલ ૨૫ જેટલી અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે. જેમાં તાલુકા સ્વાગતના કુલ ૧૩ પ્રશ્નો અને ગ્રામ સ્વાગતના કુલ ૧૨ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ તમામ ફરીયાદોના અરજદારો સંબધિત વિભાગના અધિકારીઓ હાજરીમાં જિલ્લા કલેક્ટર દ્વારા સાંભળવામાં આવી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: