કપડવંજમાં કોલેજ ગ્રાઉન્ડ પર ગરબા રમવા આવેલી કિશોરી ભેદી રીતે લાપતા.
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજમાં કોલેજ ગ્રાઉન્ડ પર ગરબા રમવા આવેલી કિશોરી ભેદી રીતે લાપતા બની કપડવંજના કોલેજ ગ્રાઉન્ડ પર આઠમની રાત્રે આ કિશોરી પોતાની નાની બહેન સાથે ગરબા રમવા આવી હતી. દરમિયાન રહસ્યમય રીતે ગુમ થતા પરિવારે સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી પણ કોઈ ભાળ મળી ન આવતા છેવટે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કપડવંજમાં રહેતી ૧૭ વર્ષિય કીશોરી ગત 22મી ઓક્ટોબરના રોજ એટલે કે આઠમની રાત્રે શહેરના કોલેજ ગ્રાઉન્ડ પર પોતાની નાની બહેન સાથે ગરબા રમવા અહીયા આવી હતી. દરમિયાન ચાલુ ગરબાએ આશરે અઢી વાગ્યાની આસપાસ કિશોરીએ તેણીની નાની બહેનને કહ્યું કે, હું પાણી પીવા જાવ છું. તેમ કહી બહાર નીકળી હતી. લાંબા સમય સુધી તેણીની આવી નહોતી આથી સાથે આવેલી નાની બહેન પણ ગભરાઈ ગઈ હતી. તેણીએ પાણીના સ્ટોલ પર પોતાની બહેનને શોધી હતી. પરંતુ તેનો કોઈ અતોપતો નહોતો લાગ્યો. તેણીએ આ મામલે સૌથી મોટી બહેનને ટેલીફોનથી જાણ કરી હતી.ત્યારબાદ મોટી બહેન પણ ગ્રાઉન્ડ પર પહોંચી તપાસ કરી હતી. પરંતુ મોડી રાત સુધી તેણીનો કોઈ અતોપતો ન લાગતા છેવટે આ બંને બહેનો ઘરે આવી માવતરને સમગ્ર બાબતની જાણ કરી હતી. ત્યારબાદ માવતરે પણ પોતાના સ્વજનોને ત્યાં તપાસ કરી હતી. પરંતુ કિશોરીની કોઈ ભાળમળી આવી નહોતી. આજ દિન સુધી આ કિશોરીની કોઈ ભાળ ન મળતા આ મામલે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

