20 વર્ષના એક વોન્ટેડ ફરાર આરોપી અને પ્રોહીના ગુનામાં 62800 ના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાની લીમડી પોલીસને નાસતો ફરતો આરોપી અને પ્રોહી.ના ગુનામાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી
20 વર્ષના એક વોન્ટેડ ફરાર આરોપી અને પ્રોહીના ગુનામાં 62800 ના મુદ્દામાલ સાથે બે આરોપી પકડાયા
લીમડી પોલિસ સ્ટેશનના પી.એસ.આઇ એમ.એફ.ડામોર તેમના પોલિસ સ્ટાફ સાથે નગરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રાજોદ પોલિસ સ્ટેશનનો છેલ્લા 20 વર્ષ થી નાસતો ફરતો સ્થાયી વોરંટનો આરોપી રમેશ હીરાલાલ ગહેલોત ( મુ.બીલવાણી, તા.ઝાલોદ) ને તેના ઘરે થી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. બીજા એક બનાવમાં લીમડી પોલીસના પી.એસ.આઇ એમ.એફ.ડામોરને મળેલ બાતમીના આધારે ખરસોડ ગામેથી એક બજાજ પલ્સર મોટરસાયકલ ઉપર વિમલ લખેલ થેલાઓમા 28800 નો વિદેશી દારૂ સાથે એક મોબાઇલ અને મોટરસાયકલની કીમત સાથે કુલ 62800 ના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડેલ છે અને અન્ય ચાર ફરાર વૉન્ટેડ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

