દાહોદમાં લોકડાઉનનું ઉલ્લંઘન થતા વધુ બે દુકાનોને પાલિકા તંત્ર દ્વારા શીલ કરાઇ
અનવર ખાન પઠાણ
દાહોદ તા.૨૬
દાહોદમાં હાલ લોકડાઉનની Âસ્થતી વચ્ચે સમગ્ર શહેરમાં સન્નાટો જાવા મળી રહ્યો છે ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા લોકડાઉનનું ઉલ્લંઘન કરી પોતાના રોજગાર ધંધા ચાલુ રખાતા આજરોજ દાહોદ નગરપાલિકા દ્વારા વધુ બે દુકાનોને સીલ કરાતાં લોભીયા દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આજે એક સુપર માર્બલ તેમજ એક બિસ્મીલ્લાહ બેકરી નામની એમ બે દુકાનો પાલિકા તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે.
દાહોદ શહેરની ચાકલીયા રોડ ખાતે આવેલ સુપર માર્બલની દુકાન અને સ્ટેશન રોડના ઠક્કર ફળિયા વિસ્તારમાં આવેલ બિસ્મીલ્લાહ બેકરી એમ આ બે દુકાનો આજરોજ લોકડાઉન વચ્ચે પોતાની દુકાનો ખુલી રાખી ધંધો રોજગાર કરી રહ્યા હતા. આ બાબતની જાણ દાહોદ નગરપાલિકાને થતાં પાલિકાના સત્તાધીશો ઉપરોક્ત બંન્ને દુકાનો ખાતે પહોંચી ગયા હતા જ્યા ભારે રકઝક બાદ પાલિકા તંત્રના સત્તાધીશો દ્વારા આ બંન્ને દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. આ અગાઉ ગઈકાલે જીઆ ફ્રેશ કોર્નરની દુકાનને પણ પાલિકા તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી હતી. હાલ માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો જેવી કે, અનાજ, કરીયાણા તેમજ મેડીકલ સ્ટોર્સને તે પણ તેના સમય અનુસાર છુટછાટ આપવામાં આવેલ છે ત્યારે છેલ્લા બે દિવસથી ચાલી રહેલ અફવાઓને પગલે ઘણા દુકાનદારો પોતાના રોજગાર ધંધા ચાલુ રાખતા હોવાથી પાલિકા તંત્રના ધામા આવી દુકાનોના દ્વારે પહોંચી જઈ સીલ કરવાની કાર્યવાહીથી વેપારીગણમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. લોકડાઉન દરમ્યાન જાહેરનામાના ભંગ બદલ અત્યાર સુધી ૧૦ વધુ દુકાનોને પાલિકા તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે. હાલ ઉપરોક્ત ત્રણેય દુકાનોન માલિક વિરૂધ્ધ પોલીસ દ્વારા જાહેરમાના ભંગ બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#sindhuuday dahod