રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા આ શિક્ષકોને માસ્ક અને સેનેટરાઈઝરનું વિતરણ કરાયું

ગગન સોની/ધ્રુવ ગોસ્વામી

દાહોદ તા.૨૬
કોરોના વાયરસનો કહેર શરૂ થતાં બોર્ડની પરીક્ષા પર પણ અસર થવા પામી હતી અને પરીક્ષા પુર્ણ થયા બાદ બોર્ડના પેપરોની ચકાસણી મોકુફ રાખવામાં આવી હતી પરંતુ હાલ ફરી આ બોર્ડના પેપરોને ચકાસણી માટેના આદેશો સાથે પુનઃ કામગીરી શરૂ કરાતાં હાલ પેપર ચકાસણી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા આ શિક્ષકોને માસ્ક અને સેનેટરાઈઝરનું વિતરણ કરાયું હતુ.
કોરોનાનાં કહેર વચ્ચે બોર્ડનાં વિદ્યાર્થીઓનાં ભવિષ્યને એટલે કે તેમનાં પેપરોની ચકાસણીનો કાર્યક્રમ જે સ્થગીત થયો હતો તે ફરી સાવચેતી પૂર્વક શરૂ કરાયો છે જેમાં દાહોદ નગર અને આખા જિલ્લામાં જુદાં જુદાં ૧૧ સેન્ટરો પરનાં ૧૨૦૦ શિક્ષકોને કલેક્ટરની કચેરી, દાહોદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આ મહત્વપૂર્ણ કાર્ય તરીકે પોતાની ફરજ બજાવતાં શિક્ષકોને માસ્ક અને સેનેટાઈઝર વિતરણનું કાર્ય ગઈ કાલે અને આજે કરવામા આવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આ સાથે જરુરિયાત મંદ લોકો સુધી કીટ વિતરણનું સેવાકાર્ય અવિરત ચાલું જ છે.
#sindhuuday dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!