પાર્ટ ટાઇમ જોબ મેળવવા જતા ડાકોરના યુવકે રૂ.૧.૨૭ લાખ ગુમાયા.
નરેશ ગનવાણી નડિયાદ

પાર્ટ ટાઇમ જોબ મેળવવા જતા ડાકોરના યુવકે રૂ.૧.૨૭ લાખ ગુમાયા.
ડાકોરની ધરતી રેસીડેન્સીમાં રહેતા પ્રિયાંક વણકરે તા. ૯ ઓક્ટોબરના રોજ તેના મોબાઇલ પર પાર્ટ ટાઇમ જોબ માટે નો એક વિડીયો આવ્યો હતો જેથી તેના પર ક્લિક કરતાં વિડિયો અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ખૂલ્યો હતો. જેના યુઝર આઈડી પર યુવકે એક મેસેજ કરતા સામે થી તેનું નામ અને ઉંમર પૂછવામાં આવતા યુવકે ડીટેલ્સ આપી હતી. થોડીવારમાં જવાબ આવ્યો હતો કે તમારી જોબ માટે એપ્લાય કરી દીધું છે. ત્યારબાદ યુવકના ફોનમાં એક સ્ક્રિન શોર્ટ સાથે આવેલી લિંક પર ક્લિક કરતા એક સાઇટ ખૂલી હતી. જેમાં બેલેન્સ એડ કરવાનું કહેતા યુવકે રૂ. ૫૦૦ ગૂગલ પે મારફતે મોકલી એક પ્રોડક્ટ ખરીદી હતી જે પ્રોડક્ટ એક મિનિટ બાદ વેચાય જતાં યુવકના ખાતામાં રૂ ૧૧૬૧ પાછા જમા થયા હતા. ત્યારબાદ અન્ય એક યુઝરે તેની સાથે સંપર્ક કરી માર્ગદર્શન મેળવવાનું કહ્યુ હતુ. જેથી યુવક સંપર્ક કરતા સૌ પ્રથમ રૂ ૫૦૦ આપ્યા હતા. અને રૂ. ૪૦૦ એડ કરતા ટાસ્ક અપાયા હતા.જે ટાસ્ક ક્લિયર કરવાના બહાને રૂ 48 હજાર બીજા રૂ. ૧૨ હજાર અને છેલ્લે જીએસટીના ચાર્જ પેટે રકમ મળી કુલ રૂા. ૧. ૨૭ લાખ ભરાવ્યા હતા. આ પૈસા ૨૪ કલાકમાં પરત મળી જશે તેમ કહ્યુ હતુ જો કે યુવકને પૈસા પરત ન મળતા જીએસટી નુ બહાનુ કાઢી છેતર્યો હતો. ડાકોર પોલીસે અજાણ્યા બે સોશિયલ મીડિયા એકાઉન્ટ ધારકો સામે ગુનો નોધ્યો છે.
