નડિયાદમાં વિનામૂલ્યે નિદાન મેડીકલ કેમ્પ યોજાયો.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં વિનામૂલ્યે નિદાન મેડીકલ કેમ્પ યોજાયો,

૧૫૦થી વધુ વ્યકિતઓએ લાભ લીધો શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ સમસ્ય વડીલોનું વિશ્રામ મંડળના ઉપક્રમે અને  શાંતિલાલ મોતીલાલ શાહ (મહોળેલવાળા) જનકલ્યાણ ટ્રસ્ટના સૌજન્યથી તા. ૨૯મીના રોજ શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ સમસ્તની  વાડી, સિંદુશીપોળ ચકલા, ભોજવાકુવા નડીઆદ ખાતે વિનામૂલ્યે મેડીકલ કેમ્પ યોજાયો. આ મેડીકલ કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાત  ડો. હીનાબેન શાહે  મહિલાઓમાં બ્રેસ્ટ (સ્તન) કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે તેના પ્રતિ મહિલાઓમાં જાગૃતિ આવે અને બ્રેસ્ટ કેન્સરનું  પ્રારંભિક તબકકે જ નિદાન થઇ જાય તો તે ઝડપથી મટી શકવાની સાથે મહિલાઓ સશકત પણ રહી શકે છે  વિવિધ સ્ત્રી રોગ સંબંધી મહિલઓને તપાસી અને માર્ગદર્શન આપ્યું હતું જયારે ઓર્થોપેડીક સર્જન ડો. અમન દલાલે  ઢીંચણનો ઘસારો અને કેલ્શિયમની ઉણપના કારણે હાડકાં નબળા પડી ન જાય તે માટે  બોર્નમોરો ડેન્સિટી ટેસ્ટ  કરી આપી દરેકેને આ બાબતે જરૂરી સમજ આપવાની સાથે જરૂરી દવાઓ  આપી હતી. આ ઉપરાંત  ડાયાબિટીસ કંટ્રોલમાં રહે તે માટે તેમજ સાંધાના દુ:ખાવાને વગર ઓપરેશને નાથી શકાય તે માટે આયુર્વેદિક સારવાર અંગેની સેવાઓ ડો. રોનક શર્માએ આપી હતી અને દરેક વ્યકિતને તપાસીને નિદાન કરી  દવાઓ  પૂરી પાડી હતી.  ડો. અમન દલાલે ખાસ કરીને માનવીમાં કેલ્શિયમની ઉણપ માનવીમાં દૂધ-દહીં-ઘીના ઘટતા જતા વપરાશના કારણે જોવા મળી રહી છે ત્યારે તેનો માનવીઓ ઉપયોગ કરે અને તેના  વિશે જે ગેરસમજ ફેલાયેલ છે તે ગેરસમજ દૂર કરવા માટે આવા મેડીકલ કેમ્પો સમાજ માટે ઉપયોગી નીવડતા હોવાનું જણાવ્યું હતું. આ મેડીકલ કેમ્પમાં સ્ત્રી રોગમાં ૨૦, હાડકાંના રોગોમાં-૯૫ અને ડાયાબિટીસ તથા સાંધાનો દુ:ખાવો (આયુર્વેદિક સારવાર)માં-૩૫ વ્યકિતઓ મળી ૧૫૦થી વધુ વ્યકિતઓએ તેમના આરોગ્ય પ્રતિ જાગૃતતા દર્શાવી ચકાસણી કરાવી જરૂરી સલાહ-સૂચનો અને માર્ગદર્શન મેળવ્યું હતું. આ મેડીકલ કેમ્પ સફળ બને તે માટે  મંડળના પ્રમુખ ગોવિંદભાઇ શાહ, ઉપપ્રમુખ  પ્રવિણભાઇ શાહ, મંત્રી સંજયભાઇ શાહ, પ્રોગ્રામ ચેરમેન  યોગેશકુમાર સી. શાહ ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: