દિવ્યાંગ બાળકો માટે વિનામૂલ્યે આઈ ચેક-અપ કેમ્પ તથા ચશ્માના વિતરણ કરવામાં આવ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
દિવ્યાંગ બાળકો માટે વિનામૂલ્યે આઈ ચેક-અપ કેમ્પ તથા ચશ્માના વિતરણ કરવામાં આવ્યું
નડિયાદના પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે આઈ ચેક-અપ કેમ્પ તથા વિનામૂલ્યે ચશ્મા ના વિતરણ ના કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં દર્શનભાઈ સોની પાસ્ટ પ્રેસિડેન્ટ, લાયન્સ ક્લબ, નટપુર તથા હિમાંશુભાઈ આશા ચશ્મા ઘર તરફથી સહયોગ મળ્યો હતો દિવ્યાંગ બાળકોને વિઝન ના પ્રોબ્લેમ હોય છે તો એ જણાવી શકતા નથી અને ઘણા બાળકોને નંબર પણ આવ્યા હોય છે તે પણ ખબર પડતી નથી જેને ધ્યાનમાં લઈ ખૂબ જ જીણવટતા પૂર્વક બાળકોની સમજને ધ્યાનમાં લઇ એ મુજબના ટુલ્સ નો ઉપયોગ કરી તમામ બાળકોનું આંખોનું નિદાન કરવામાં આવેલ તથા જે બાળકોને નંબર આવ્યા હતા તેવા તમામ બાળકોને વિનામૂલ્યે નંબરના ચશ્મા બનાવીને તેનું વિતરણ પણ કરવામાં આવેલ આ કેમ્પ દ્વારા દિવ્યાંગ બાળકો તેમના રોજિંદા જીવન ની ક્રિયાઓમાં ખૂબ જ સરળતાથી અને સારી રીતે કરી શકે તેઓ હેતુ હતો અંતમાં મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર એ દર્શનભાઈ સોની અને હિમાંશુભાઈ નો આ કેમ્પમાં મદદરૂપ થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો


