નડિયાદના રસ્તા પર રખડતા ઢોરોને પકડવા પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના રસ્તા પર રખડતા ઢોરોને પકડવા પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી
નડિયાદમાં રખડતા પશુઓથી લોકો પરેશાન થઈ ગયા છે. શહેરનો એક પણ વિસ્તાર બાકી નહીં જ્યાં રખડતા પશુઓનો ત્રાસ ન હોય. અને હાઈકોર્ટેના આદેશ બાદ જાગેલી પાલિકાએ રખડતા પશુઓને પાંજરે પુરવાની કામગીરીને વેગ આપ્યો હતો.શહેરના મીશન રોડ પર આજે સવારે ગાયોનાં ટોરોના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો. પાલિકા વિભાગે આવા રખડતા ઢોરોને અંકુશમાં લાવવા કાર્યવાહી કરી છે. જેમાં નડિયાદ પશ્ચિમમાં આવેલ વલ્લભનગર ચોકડીથી વિશ્વકર્મા વાડી પાસે જાહેર રસ્તા પર ગાયો એકઠી કરી ટેમ્પો ઊભો રાખી લીલા ઘાસના પુળા વેચતા સંજય હીરાલાલ મોર્ય સામે કાર્યવાહી કરતાં પાલિકાના ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર મહેન્દ્રભાઈ દેસાઈએ નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.