ખેડા જિલ્લામાં નડિયાદ સહિત સરદાર પટેલ ની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી.
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લામાં નડિયાદ સહિત સરદાર પટેલ ની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે ૩૧ ઓક્ટોબરે જન્મ જયંતીએ સમગ્ર દેશની સાથે ખેડા જિલ્લામાં પણ ઉજવણી કરવામાં આવી છે. સરદાર સાહેબની પ્રતિમાને નમન કરી પૂષ્પાજલી અર્પવાનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર જિલ્લામાં સરદાર અમર રહો ના નારા લાગ્યા હતા.સરદાર સાહેબના જન્મ સ્થળ એવા નડિયાદમાં દેસાઈ વગામા આવેલ તેમના મકાનમાં સરદાર સાહેબની પૂષ્પાજલી અર્પણ કરવા નેતાઓ આવી પહોંચ્યા હતા. સુતરની આટી પહેરાવી નમન કર્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ તેમના જન્મ સ્થળ અને સરદાર સાહેબ જે સ્થળે પ્રાથમિક અભ્યાસ કરેલો તે સ્કૂલની મૂલાકાત લીધી હતી. સરદાર વલ્લભભાઈ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કુલના વિદ્યાર્થીઓએએકતા રેલીનું આયોજન કરવામાં આવી હતી શહેરના સ્ટેશન રોડ પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આગળ શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ શાળાના શિક્ષક ધર્મેશભાઈ મકવાણા દ્વારા સરદાર પટેલની સુંદર રંગોળી બનાવવામાં આવી હતી ત્યાં આવેલ તેમની પ્રતિમા આગળ શાળા પરિવારના સભ્યોએ સુતરની આટી પહેરાવવમાં આવી હતી.
