દાહોદ એલસીબી પોલીસે નવ વર્ષથી ફરાર ઈનામી આરોપીને ઝડપી પાડ્યો
દાહોદ તા.૩૧
છેલ્લા નવ વર્ષથી જુનાગઢ જિલ્લા વંથલી પોલીસ સ્ટેશન ધાડના ગુન્હામાં નાસતા ફરતા દશ હજાર ઈનામી ઈસમને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી જેલની સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીની પ્રવૃતિઓ અટકાવવા, નાસતા ફરતા ઈસમોને ઝડપી પાડવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ જિલ્લા એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીમાં આધારે છેલ્લા નવ વર્ષથી જુનાગઢ જિલ્લા વંથલી પોલીસ સ્ટેશન ધાડના ગુન્હામાં નાસતા ફરતા દશ હજાર ઈમાની ઈસમ નવાભાઈ કાનજીભાઈ બારીયા (રહે. ખંગેલા, માતા ફળિયું, તા.જિ.દાહોદ) નાને પોલીસને મળેલ બાતમીના આધારે ખંગેલા ગામેથી ઝડપી પાડ્યો હતો.
આ સંબંધે દાહોદ એલ.સી.બી. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.