દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોઢવા ગામેથી પોલીસે એક ઈસમના માલિકીના ખેતરમાંથી રૂા. ૩૪,૧૪,૩૦૦ના લીલા ગાંજાના છોડ સાથે ખેતર માલિકને ઝડપી પાડ્યો
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોઢવા ગામેથી પોલીસે એક ઈસમના માલિકીના ખેતરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના કુલ ૧૨.૦૯ છોડ જેની કુલ કિંમત રૂા. ૩૪,૧૪,૩૦૦ના જથ્થા સાથે ખેતર માલિકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેર સહિત જિલ્લામાં વિદેશી દારૂની સાથે સાથે ગાંજાે પણ આસાનીથી મળી રહ્યો હોવાની ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે. આજના યુવાધન વિદેશી દારૂ તેમજ ગાંજાની લતના રવાડે ચઢી પોતાનું ભવિષ્ય અંધકારમય બનાવી રહ્યાં છે માટે દરેક બાળકોના વાલીઓ પોતાના બાળકો પર નજર રાખે તે આજના સમયની માંગ છે. પોતાનું બાળક શુ કરે છે ? ક્યાં જાય છે ? તે તમામ બાબતોનું વાલીઓએ ધ્યાન રાખવું અતિઆવશ્યક બની રહ્યું છે. ત્યારે ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ મોઢવા ગામે પટેલ ફળિયામાં રહેતો ચન્દ્રસિંહ રામસિંહ બારીયાની માલીકીના કબજાના ભોગવટાના સર્વે નંબર ૧૯૧વાળા ખેતરમાં ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાનું વાવેતર કર્યુ હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતી તેના ખેતરમાં રેડ પાડતાં પોલીસે ચન્દ્રસિંહ રામસિંહ બારીયાની અટકાયત કરી તેના ખેતરમાંથી લીલા ગાંજાના કુલ ૧૨૦૯ છોડ જેની કુલ કિંમત રૂા. ૩૪,૧૪,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો. દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અને તેમાંય ખાસ કરીને દેવગઢ બારીઆ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર થઈ રહ્યું છે અને આ અંગેની જાણ સ્થાનીક પોલીસ સહિત અન્ય પોલીસને થતાં પોલીસ દ્વારા અવાર નવાર દેવગઢ બારીઆ તાલુકામાંથી આવા ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવે છે ત્યારે અગાઉ પણ પોલીસ દ્વારા આવા વાવેતર કરનાર ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.
આ સંબંધે ધાનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.