સંજેલી તાલુકાના માંડલી માં તબેલા જુગાર ધામ પર પોલીસનો દરોડો 52350 ના મુદ્દા માલ સાથે આઠ ઝડપાયા.
કપિલ સાધુ સંજેલી

સંજેલી તાલુકાના માંડલી માં તબેલા જુગાર ધામ પર પોલીસનો દરોડો 52350 ના મુદ્દા માલ સાથે આઠ ઝડપાયા
.માંડલી ખાતે તબેલા જુગાર રમાડતા જુગાર ધામ પર પોલીસે છાપો માર્યો .52,350 ના મુદ્દા માલ સાથે આઠ જુગારીઓને ઝડપી પાડી વોન્ટેડ તબેલા સંચાલક સહિત 9 સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ માંડલી ગામે અલ્કેશભાઇ ધુળાભાઈ બામણીયા ના તબેલા ઉપર જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડતા જુગારીઓમાં નાશ ભાગ મચી જવા પામી હતી. જુગાર રમતા ઝડપાયેલા નબીરાઓ વૈભવ કુમાર સુરેશભાઈ જૈન ,મજીદ સતાર શેખ, રિઝવાન રજાક તુરા, બનટુ લક્ષ્મણ હરીજન, રમણ ધના ચારેલ, દલપતસિંહ બળવંતસિંહ ખાટ, વિકાસ નરેન્દ્ર જૈન, કાદર મોહમ્મદ શેખ,જેમાં 48,850 ની રોકડ રકમ તેમજ 3500 ના ત્રણ મોબાઇલ મળી કુલ 52,350 મુદ્દા માલ સાથે આઠ નબીરાઓને ઝડપી પાડ્યા જ્યારે તબેલા સંચાલક અલ્કેશભાઈ ધુળાભાઈ બામણીયા પોલીસને હાથ તાળી આપી ફરાર થઈ ગયો હતો ત્યારે નવ સામે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
