પૂજ્ય મોરારી બાપુ ના હસ્તે ભૂતનાથ રામકથામાં કન્યાઓને સાઇકલ વિતરણ કરાયું.
સિંધુ ઉદય
*પૂજ્ય મોરારી બાપુ ના હસ્તે ભૂતનાથ રામકથામાં કન્યાઓને સાઇકલ વિતરણ*
પૂ. મોરારી બાપુની કૃપા થી તલગાજરડા ના ચિત્રકૂટ અને રાષ્ટ્રપતી એવોર્ડ મેળવનાર પ્રાથમિક નિવૃત્ત શિક્ષક, જીતેન્દ્ર વાજા દ્વારા. પૂ મોરારીબાપુની, માનસ આચાર્ય રામકથા, ગાંધીનગર થી પ્રેરણા લઈ. બેટી બચાઓ – બેટી પઢાઓ અભિયાન ને વેગ આપવા માટે. પ્રાથમિક શાળા થી દુર વાડી ખેતર વિસ્તારમાંથી અભ્યાસ કરવા આવતી દીકરીઓ માટે, વૈદેહી સાઇકલ શિક્ષણ યાત્રા – ૧૦૦૮ અનુષ્ઠાન પ્રારંભ કરેલ છે. જેમાં ચિત્રકૂટ ધામ પૂ. મોરારિબાપુ એ દીકરીઓના શૈક્ષણિક વિકાસને વેગવંતી બનાવવા ૨૦ સાઇકલ તુલસી પત્ર રૂપે ભેટ સ્વરૂપે આપેલ છે. ભુતનાથ મહાદેવ ની ૯૨૬ મી માનસ ભુતનાથ. પુ. મોરારિબાપુ ની રામકથા સમયે,વડલી તથા ભૂતેશ્વર તા. મહુવા જિલ્લો ભાવનગર. સરકારી પ્રાથમિક શાળાની ધોરણ સાત ની બે કન્યાઓને આરતી મહિલા વિકાસ સંઘ દ્વારા પૂ મોરારી બાપુના હસ્તે સાઇકલ અર્પણ કરવામાં આવેલ.આ અભિયાનમાં આપ પણ જોડાઈ શકો છો.. અમારો નંબર 9909398636 પર સંપર્ક કરી શકો છો.Aarti Mahila Vikas SanghState Bank Of IndiaA/C 42295351765Ifsc SBIN0001043Polytechnic Branch Mail : aarti.vikas_sangh@yahoo.com એક સાઇકલ ની ભેટ માટે રૂ. 5000/- પાંચ હજાર રૂપિયા ની રાશિ અમારા ખાતામાં જમા કરાવી શકો છો. અમે ભારતની શ્રેષ્ઠ હીરો કંપની ની 26″ સાઇજની સાઇકલ દીકરીઓને અર્પણ કરીએ છીએ આપ સૌ ને મારી નમ્ર વિનંતી છે કે આવી દીકરીઓ જે સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે દૂરથી ચાલીને આવતી હોય છે. જે પોતાના એકાદ નાના ભાઈ બહેન ને પણ સાથે લઈને, શાળાથી દૂર અવાવરૂ અને નિર્જન રસ્તાઓ પરથી પસાર થાય છે. તેને નિર્ભય બનાવવા માટે,આપ આપની દાન ની રકમ આપી ઉપકારી બની શકો છો. ગરીબ પરિવારની દીકરીઓના શૈક્ષણિક વિકાસને વેગ આપવા માટે આપ પણ જોડાઈ શકો છો. પૂ. બાપુની રામકથા ના અનુસંધાને આ અનુષ્ઠાન ચાલી રહ્યું છે. જે સમગ્ર ગુજરાતમાં અમારા ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો ને દર વર્ષે પૂ. બાપુના આશીર્વાદ સાથે ચિત્રકૂટ એવોર્ડ આપવામાં આવે છે. તેઓ અને રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર શિક્ષકો આ અનુષ્ઠાન ચલાવી રહ્યા છે. બેટી બચાઓ બેટી પઢાઓ. આ અભિયાનમાં સહયોગી બનવા આપના પરિવારને પણ જાણ કરી ઉપકારી બની આ અનુષ્ઠાન માં આપની આહુતિ આપી શકો છો.