જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે મીટીંગ યોજાઈ
કલેકટર કચેરી ખાતે શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે મીટીંગ યોજાઈ. જેમાં પશુ ત્રાસ અટકાવ માટેના સરકારની વર્ષ ૨૦૨૩ની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવી. આ બેઠકમાં શહેરી વિસ્તારમાં રખડતા પશુઓને પકડીને રાખવા માટે ઢોર ડબ્બાની વ્યવસ્થા તેમજ ઢોરના ડબ્બામાં પશુઓ માટે પુરતી સુવિધા ઉભી કરવાનુ જિલ્લા કલેક્ટર દ્વારા સુચવવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ બાબતે નગરપાલિકાઓને તમામ મદદ કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ સાથે જિલ્લા પોલીસતંત્ર દ્વારા પણ પશુ સમસ્યા નિવારણ માટે પુરતો સહયોગ આપવાનુ જણાવાયુ હતુ. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી.એસ.પટેલ, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ, નડિયાદ નગરપાલીકા ચીફ ઓફીસર રુદ્રેશ હુદડ સહિત તમામ નગરપાલીકાઓના ચીફ ઓફીસરઓ, નગરપાલીકા પ્રમુખઓ અને વહીવટદારઓ હાજર રહ્યા હતા.

