વાલ્લા શાળાના શિક્ષકને રાજ્યકક્ષાનો પ્રકૃતિ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા
આ કાર્યક્રમ રાજ્યની ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા મહેસાણા જિલ્લાના વિસનગરના તિરુપતિ રુષિવન ખાતે યોજાયો.જેમા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે રાજ્યના ૩૩ વ્યક્તિઓને પ્રાકૃતિક સંરક્ષક એવોર્ડ અર્પણ કરાયા.
આ પ્રસંગે દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદ,સુરતના લાલજીભાઈ બાદશાહ,ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ રાજગોર અને સર્વ સભ્યો, જીતુભાઈ તિરુપતિ તથા રાજ્યના પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.આ વિશિષ્ટ સન્માનમાં આકર્ષક સ્મૃતિ ભેટ, સન્માનપત્ર અને ધન રાશિ સામેલ છે .
શાળાના પર્યાવરણ મિત્ર એવા હિતેશકુમાર બ્રહ્મભટ્ટની પ્રકૃતિ જતન-સંવર્ધનની ૩૦ વર્ષની સમાજ ઉપયોગી વિવિધ પ્રવૃતિઓનુ નિષ્પક્ષ અને તટસ્થ મૂલ્યાંકન કરીને ખેડાના પ્રકૃતિ રુષિ તરીકે સન્માનિત થયા છે. શાળા પર્યાવરણના અનેકવિધ નવતર પ્રયોગો માટે રાજ્યભરમાં જાણીતી છે .
હિતેશકુમાર બ્રહ્મભટ્ટે હાલ સુધીમાં અસંખ્ય છોડ રોપણ કરી- કરાવી તેને ઉછેર્યા છે. તેમનો પર્યાવરણ જાગૃતિનો વૃક્ષ વિધાતા જીવનદાતા નામનો પૂતળીખેલ રાજ્યભરમાં હરિયાળા વિચાર ફેલાવી રહ્યો છે .૭૫૭૫ બીજ બોલ નો સફળ પ્રયોગ, વિવિધ જગ્યાએ ૧૫૧ પીપળાના છોડ રોપણનો પ્રયોગ, ૧૭૫ ચોરસ ફૂટનું પર્યાવરણ જાગૃતિનુ વૉલ પેઇન્ટિંગ, પર્યાવરણ જાગૃતિનું 3D પેઇન્ટિંગ ,ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ વર્કશોપ ,હર્બલ કલર વર્કશોપ ,૨૫૦૦ પતંગો ઉપર પર્યાવરણ જાગૃતિનો સંદેશ લખી વિદ્યાર્થીઓને અર્પણ ,આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે ગુણકારી તુલસીના ૭૫ ઔષધ ઉપચાર લખી તેની પુસ્તિકા તૈયાર કરી ૧૫૦૦ પરિવારમાં અર્પણ ..સાથે એટલા જ ૧૫૦૦ તુલસી છોડ અર્પણ .,શાળાનો ઔષધ બાગ અને તુલસી વન, વિદ્યાર્થીઓને શિયાળાની ઋતુમાં જીવનામૃત,પંચામૃત રસ,બ્રાહ્મી રસ, સરગવા રસ ,તુલસી રસ છેલ્લા દસ વર્ષથી વિદ્યાર્થીઓને પીવડાવી રહ્યા છે.
તેમણે આ એવોર્ડની ધનરાશિ બાળવિકાસ અર્થે વાલ્લા શાળાને અર્પણ કરી આ એવોર્ડનું મૂલ્ય અનેકગણું વધાર્યું છે. તેઓની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલના પ્રાચાર્ય કે .બી. પટેલ તથા ભવન પરિવાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે. એ. પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશભાઈ માછી, નડિયાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર. આર. પરમાર , નડિયાદના બીઆરસી રોમાબેન રાવલ,ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ , નડિયાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ,શાળાના આચાર્ય જયપાલસિંહજી ઝાલાએ ખાસ અભિનંદન આપ્યા છે.તો સાથે ગામનું યશ ગૌરવ રાજ્યકક્ષાએ વધતાં ગામમાં પણ ઉત્સાહ વધ્યો છે.