બોરકુવાનુ થ્રી ફેઇજ વીજ કનેકશન મેળવવા વેક્તિએ ખોટા સંમતિ કરાર બનાવ્યા

નરેશ ગનવાણી નડિયાદ

બોરકુવાનુ થ્રી ફેઇજ વીજ કનેકશન મેળવવા વેક્તિએ ખોટા સંમતિ કરાર બનાવ્યા

કઠલાલ તાલુકામાં વ્યક્તિએ જમીનમાં થ્રી ફેઈજ વિજ કનેક્શન મેળવવા માટે પોતાના કૌટુંબીક બે સગાભાઈઓના ખોટા સંમતિ કરાર  બનાવતા  કાવતરુ ઘડનાર અને સાક્ષીમાં સહી કરનાર બે સામે  કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કઠલાલ તાલુકાના શીરાની મુવાડી તાબે મીરજાપુર ગામે રહેતા મહોતજી ભક્તાજી ઝાલાની સહ હિસ્સેદારો સાથેની  ગામની સીમમાં જમીન  આવેલ છે. તેમના કાકાના દિકરા બુધાજીભાઈ સોમાભાઈ ઝાલાએ   ઉપરોક્ત જમીનમાં બનાવેલ બોરકુવાનું એમજીવીસીએલ કઠલાલ ખાતેથી થ્રીફ્રેજ વીજ કનેક્શન મેળવવા રૂપિયા ૧૦૦ના સ્ટેમ્પ પર નોટરી વકીલ દ્વારા સંમતિ કરાર કરી તેમાં મહોતજી અને તેમના ભાઈઓની ખોટી સહીઓ અને ખોટા ફોટોગ્રાફ્સ લગાવી આ ખોટુ સંમતિ પત્ર દ્વારા વિજ કનેક્શન મેળવ્યું હતું. આ સંમતિ કરાર પત્રમાં કઠલાલના સરખેજ ગામના રાવજીભાઈ ફતાભાઈ ડાભીએ સાક્ષી તરીકે ખોટી સહીઓ કરી હતી. આ બનાવમાં મહોતજી ઝાલાને તમામ વિગતો સામે આવતાં તેઓએ આ મામલે  કઠલાલ પોલીસમાં પોતાના કાકાના દિકરા બુધાજીભાઈ સોમાભાઈ ઝાલા અને સાક્ષી તરીકે ખોટી સહી કરનાર રાવજીભાઈ ફતાભાઈ ડાભી સામે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: