દાહોદ ચિલ્ડ્રનહોમની મેહનત રંગ લાવી : લોકડાઉનમાં મળી આવેલ મધ્યપ્રદેશના ત્રણ બાળકોનું પિતા સાથે મિલન
ગગન સોની / ધ્રુવ ગોસ્વામી
દાહોદ તા.૩૦
કોરોનાને લઈ લોકડાઉન ના આ સમયમાં આજથી 17 દિવસ પહેલા દાહોદમાં ત્રણ બાળકો પોલિસ ને મળી આવેલ જેઓને પોલીસે વહીવટી તંત્ર નું સંપર્ક કરેલ વહીવટી તંત્ર દ્વારા બાળકોનું મેડિકલ તેમજ કોરોના ટેસ્ટ કરાવી ચિલ્ડ્રન હોમ ખાતે મુકવામાં આવેલ.
આ ત્રણ બાળકો ને cwc ના ચેરમેન નરેન્દ્રભાઈ સોનીના આદેશથી પ્રેમપૂર્વક ,લાગણી કેળવી તેમની પાસેથી સંપૂર્ણ ઘટના જાણવા કહેલ તે મુજબ આ બાળકો ગોધરા ચાની દુકાન પર નોકરી કરતા હતા , લોકડાઉનમાં થોડો સમય રાખ્યા બાદ માલિકે દરેકને 1000 રૂપિયા આપી કાડી મુકેલ જેથી બાળકો સંતાતા જઇ ને ચાલતાજ ગોધરાથી મધ્યપ્રદેશ જવા નીકળેલ રસ્તામાં દાહોદ આવતા તેઓ પોલીસની નજરે પડ્યા હતા જ્યાંથી તેઓ ચિલ્ડ્રનહોમ પોહચેલ.
અધિક્ષકશ્રી રાકેશ પ્રજાપતિ દ્વારા બાળકો નું કાઉન્સેલિંગ કરવા માં આવ્યાબાદ તેઓના પરિવારની ભાળ મળેલ જેથી તેઓના વાલીઓનો રતલામ cwc બાળ કલ્યાણ સમિતિ નું સંપર્ક કરી બાળકો ને તેઓ ના વાલીઓ ને CWC ના ચેરમેન નરેન્દ્રભાઈ સોની ,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર.પી ખાટા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી એસ.કે તાવીયાડ તેમજ સંસ્થાકીય સંભાળ અધિકારી શ્રીમતિ રેખાબેન ડી.અલ્હાટ અને તેમજ સંસ્થા ના ટ્રસ્ટી ભરતભાઇ ની હાજરી માં બાળકો ને મધ્યપ્રદેસથી આવેલ પિતાને સોંપવામાં આવતા રધ્યદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
#sindhuuda dahod