ફતેપુરા તાલુકા પંચાયતમાં નવીન 5 તલાટી કમ મંત્રી શ્રી હાજર થયા : તાલુકાના જુદા જુદા ગ્રામ પંચાયતો ઉપર તલાટી કમ મંત્રી તરીકે ફરજ પર હાજર થયા
ફતેપુરા તાલુકા ના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતમાં પાંચ નવીન તલાટી કમ મંત્રીશ્રીઓ હાજર થયા સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઓમાં આવેલ તાલુકા પંચાયતોમાં નવીન તલાટીઓને તલાટી કમ મંત્રી ના ઓર્ડરો આપ્યા હતા ફતેપુરા તાલુકા પંચાયતમાં હાજર થયેલ તલાટી કમ મંત્રીશ્રીઓ ફતેપુરા ગ્રામ પંચાયત સરસ્વ પૂર્વ ગ્રામ પંચાયત સુખસર ગ્રામ પંચાયત મોટા નટવા ગ્રામ પંચાયત તેમજ માધવા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકેની ફરજ બજાવશે
નવીન હાજર થયેલ તલાટી કમ મંત્રીશ્રીઓની યાદી
1 ભાવેશભાઈ ડાયાલાલ ધારવા. ફતેપુરા ગ્રામ પંચાયત
2 બ્રિજેશ કુમાર અરવિંદભાઈ પટેલ સરસવા પૂર્વ ગ્રામ પંચાયત
3 હરેશકુમાર બાબુભાઈ ઝુંડાળા સુખસર ગ્રામ પંચાયત
4 પિનલ કુમારી વિજય કુમાર બારોટ મોટા નટવા ગ્રામ પંચાયત
5 રાહુલ કુમાર કશાભાઈ રાઠોડ માધવા ગ્રામ પંચાયત

