ઝાલોદ કોલેજને રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓએ ગૌરવ અપાવ્યું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ કોલેજને રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓએ ગૌરવ અપાવ્યું
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા આંતર કોલેજ વિવિધ સ્પર્ધાઓ જેવી કે ૧૦ કિમી દોડ, ખો – ખો, કબડ્ડી, ફુટબોલ જેમાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહ ભેર ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી ઉપરોક્ત રમતોમાંથી રાષ્ટ્રીય કક્ષાએ રમવા માટે યુનિવર્સિટીની ટીમમાં પસંદગી પામી દસ (૧૦) ખેલાડીઓ રમવા જનાર છે. તમામ ખેલાડીઓને સંસ્થાના ઉપપ્રમુખ રાવ , આચાર્યશ મધુકર અને શારીરિક શિક્ષણ નિયામક ડો. બહાદુરસિંહ ગોહિલે કોલેજ અને ઝાલોદનું ગૌરવ વધારનાર સૌ ખેલાડીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.