મહિસાગર જિલ્લામાં 65 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 47 જેટલી દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ.
મહિસાગર જિલ્લામાં 65 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 47 જેટલી દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ
દિવાળીના તહેવારોના પ્રારંભ થતાની સાથે જ રાજ્યભરમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ખરીદી માટે લોકોની ભારે ભીડ રહેતી હોય છે.ભેળસેળયુક્ત માવાની મીઠાઈ અને ફરસાણ ખાઈને લોકોના સ્વાસ્થ્યને નુકસાન ના થાય તેના માટે જીલ્લાની વિવિધ દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ તહેવારોને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ ધરવામાં આવ્યું છે. વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ દિવાળીમાં લોકો મીઠાઈ, ફરસાણ, નમકીનઆરોગતા હોય છે. ત્યારે તહેવારોની સિઝન પૂર્વે મહીસાગરમાં આરોગ્ય વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટે દરોડાની કામગીરી શરૂ કરી છે. લોકોના સ્વાસ્થ્યને નુકસાન ના થાય તેના માટે મહીસાગર જિલ્લામાં વિવિધ ફરસાણની 47 દુકાનોમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. જિલ્લામાં અલગ અલગ દુકાનો માંથી માવા મીઠાઈ, પાણીની બોટલ તેમજ તેલના 60 નમૂના લેવામાં આવ્યા છે. જેને ખાદ્ય ચીજોના નમૂના તપાસ અર્થે મેળવી ફૂડ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમજ બિન આરોગ્યપ્રદ 65 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ પણ કરવામાં આવ્યો છે.રિપોટૅર -સંજય જયસ્વાલ સંતરામપુર

