ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે થી 18,28,960 રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે મુદ્દામાલ ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી પોલિસ
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે થી 18,28,960 રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે મુદ્દામાલ ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી પોલિસ
વિદેશી દારૂ, ત્રણ વાહનો સાથે પાંચ આરોપીને ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી પોલિસ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદિપ ઝાલા દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતાં ગુનેગારો ને પકડવા તેમજ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનાર અસામાજિક પ્રવૃત્તિ આચરનાર ગુનેગારો પર સતત વોચ રાખી પકડી પાડવા માટે પ્રયતશીલ છે. તે અન્વયે દાહોદ જિલ્લા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.ડીંડોર દ્વારા પો.ઇ એમ.એલ.ડામોર, પો.ઇ જે.બી ઘનેશા અને અન્ય પોલિસ સ્ટાફ સાથે રાખી માહિતીને આધારે ઝાલોદ તાલુકાના ગરાડું મુકામે વોચ ગોઠવેલ હતી.
વિદેશી દારૂના ત્રણ ગુના પૈકી પહેલો ગુનો દાહોદ એલ.સી.બી ને મળેલ બાતમીને આધારે એક સફેદ કલરની પીકઅપ ગાડી જેનો નંબર GJ-17-UU-7350 જે રાજસ્થાનના સલ્લોપાટના દારૂના ઠેકા પરથી ગરાડુના રસ્તે આવી રહેલ હતી જે ગાડીને રોકી તે ગાડી માંથી વિદેશી દારૂ સાથે એક આરોપી સુરેશ શંકર બામણીયા ( મોરવા હડફ) ને પકડી પાડી તેના પાસેથી 51,420 રૂપિયાનો વિદેશી દારૂ, પીકઅપ ગાડી 700000 રૂપિયા અને મોબાઇલ 5000 રૂપિયા થઈ ટોટલ 756420 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડેલ હતો. બીજા બનાવમાં મારુતિ વાન ( ઓમની ) GJ20-AH-9902 ગાડી માંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીને પકડી પાડેલ હતા જેમાંથી એક આરોપી જે મોરવા હડફ મુકામના રહેવાસી સુરેશ નરવત મુનીયા અને જેમીન છત્રસિંહ ડામોરની 76380 નો વિદેશી દારૂ, મારૂતિ ઓમની જેની કિમત 300000 અને 10000 ના મોબાઇલ સાથે કુલ 386380 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં દાહોદ એલ.સી.બી પોલિસ ને સફળતા મેળવેલ છે. ત્રીજો બનાવ બોલેરો ગાડી GJ-02-VV9431 માથી 176160 નો વિદેશી દારૂ, 10000 ના મોબાઇલ અને ગાડીની કીમત 500000 સાથે કુલ 6,86,160 ના મુદ્દામાલ સાથે બે આરોપી દિનેશ નાના ખાંટ ( સંજેલી ) અને ગિરીશ છત્રસિંહ રાઠોડ ( મોરવા હડફ) ની મુદ્દામાલ સાથે ઝડપી પાડી દાહોદ એલ.સી.બી પોલીસને સફળતા મળેલ છે. ઉપરોક્ત ત્રણેય બનાવોમાં દાહોદ એલ.સી.બી પોલીસને ત્રણ અલગ અલગ વહાનો સાથે પાંચ અલગ અલગ આરોપીને ઝડપી પાડી ટોટલ 18,28,960 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે.