નડિયાદમા અદ્યતન મશીનરી સાથે દાંત વિભાગનો શુભારંભ કરાયો.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમા અદ્યતન મશીનરી સાથે દાંત વિભાગનો શુભારંભ કરાયો

નડિયાદ  સુપ્રસિદ્ધ  સંતરામ મંદિર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલી રહી છે. ત્યારે સંતરામ રોડ ઉપર આવેલ સદવિચાર કાર્યાલય ખાતે ચાલી રહેલ સંતરામ મંદિર સંચાલિત દાંત વિભાગનું કાર્યક્ષેત્ર વધી જતા  સંતરામ મંદિર પાછળ, વીકેવી રોડ ઉપર આવેલ નેત્ર ચિકિત્સા લય ખાતે પ્રથમ માળે અદ્યતન મશીનરી સાથે દાંત વિભાગનો શુભારંભ કરાયો છે. જેના ઉદ્ઘાટન પ્રસંગે સંતરામ મંદિર નડિયાદના મહંત પૂ. રામદાસજી મહારાજે દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ પ્રસંગે પૂ. નિર્ગુણદાસજી મહારાજ, અગ્રણી ઉદ્યોગપતિ દેવાંગભાઈ પટેલ ઈપકોવાળા, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, વહીવટીય વડા રમણભાઈ વાળંદ , ભુપેન્દ્રભાઈ દેસાઈ તથા ડોક્ટરો, ભક્તો હાજર રહ્યા હતા. એક સાથે ત્રણ દર્દીઓની સારવાર આપી શકાય તે રીતે દાંત વિભાગ કાર્યરત રહેશે. અને દાંત વિભાગની તમામ પ્રકારની સેવાઓ અહીંયા ઉપલબ્ધ બનશે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નડિયાદ શાખા દ્વારા લાભ પાંચમ હોવાથી બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત નેત્ર ચિકિત્સા લય ખાતે કરવામાં આવી છે. પ્રતિ વર્ષ નવા વર્ષની શરૂઆત અહીંથી જ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!