બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દાગીના અને પાઉન્ડની ચોરી કરી ફરાર.

નરેશ ગનવાણી નડિયાદ

બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દાગીના અને પાઉન્ડની ચોરી કરી ફરાર થઇ ગયા

નડિયાદના કણજરી ગામે  મહિલા નાની બહેનને ત્યાં ગઈ અને તસ્કરોએ મકાનમાંથી  રોકડ, સોના-ચાંદીના દાગીના, પાઉન્ડ મળી ચોરી કરી ફરાર થયા છે. આ બનાવ મામલે વડતાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ તાલુકાના કણજરી ગામે નવી પટેલવાડીની પાછળ રહેતા  પ્રિતીબેન પટેલ  બે દિકરીઓ સાથે  પોતાના મકાનમાં રહે છે. તેમના પતિ ૬ વર્ષ અગાઉ ગુજરી ગયા હતા. પાળજ ગામે પ્રિતીબેનની સગી નાની બહેન રહે છે . દિવાળી વેકેશન હોવાથી પ્રિતીબેન પોતાની બે દિકરીઓને લઈને  મકાન બંધ કરી પોતાની બહેનની ત્યાં ગયા હતા. દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના  મકાનનો દરવાજાનો નકુચો તોડી ઘરના બેડરૂમના લોખંડના કબાટમાંથી તેમજ સ્ટોર રૂમની તીજોરીમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના, પાઉન્ડ મળી રૂપિયા ૧.૯૬ લાખની ચોરી કરી ફરાર થયા હતા. બીજા દિવસે  આ બાબતે પ્રિતીબેનને જાણ કરતા તેઓ તરત પોતાના ઘરે આવી ગયા હતા. જ્યાં તમામ ઘરનો સામાન વેરવિખેર હતો પ્રિતીબેનને ચોરી થઇ હોવાની ખબર પડતાં  ગઇકાલે પ્રિતીબેન પટેલે વડતાલ પોલીસમાં જાણ કરતાં પોલીસે  ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: