ઝાલોદ તાલુકાના લીમડી નગરના સુથારવસા ગામેથી વિદેશી દારૂના સાથે બે વ્યક્તિ ઝડપાયા.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના લીમડી નગરના સુથારવસા ગામેથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે વ્યક્તિ સાથે 561640 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો
ઝાલોદ તાલુકાના લીમડી પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવતા સુથારવાસા ગામે થી પી.એસ.આઇ એમ.એફ.ડામોરને મળેલી બાતમીને આધારે અન્ય પોલિસ સ્ટાફને સાથે રાખી 561640 નો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે વ્યક્તિને ઝડપી પાડેલ હતા. લીમડી પોલીસને મળેલ બાતમી મુજબ સુથારવાસા તરફથી લીમખેડા તરફ જતા મુવાળી ફળિયાના રોડ પર બોલેરો પીકઅપ ગાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિ તેમજ ટીવીએસ જયુપીટર પાયલોટીંગ કરનાર વ્યક્તિ સાથે બે વ્યક્તિની અટકાયત કરેલ હતી તેમજ અન્ય છ વ્યક્તિઓ પર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. કમલેશ ધીરજી પલાશ ( બોરવાણી , દાહોદ) અને દુબા બાબુ નિનામા ( કલ્યાણપૂર ,ઝાબુવા ) ની અટકાયત કરી તેમની પાસેથી 29640 નો વિદેશી દારૂ, 2000 ના મોબાઈલ, મહિન્દ્રા બોલેરો 500000 અને જ્યુપીટર ગાડી 30000 થઇ ટોટલ ૫૬૧૬૪૦નો મુદ્દામાલ ઝડપી પાડવામાં લીમડી પોલીસને સફળતા મળેલ હતી.