નડિયાદ પાસે પીજ રામોલ રોડ પર બાઇક  સાઈડની ગટરમાં ઉતરી જતાં ત્રણનાં મોત.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ પાસે પીજ રામોલ રોડ પર બાઇક  સાઈડની ગટરમાં ઉતરી જતાં ત્રણનાં મોત.

વસોના પીજ રામોલ રોડ ઉપર આવેલામિત્રાલ પાટીયા નજીકના ઝાપડામહારાજની ડેરી પાસેના વળાંક ઉપરપૂરપાટ પસાર થતું  બાઈક ચાલકની ગફલતના કારણે રોડ સાઈડની ગટરમાં ઉતરી જતા શરીરે ગંભીરઈજાગ્રસ્ત થયેલ બાઈક સવાર યુવક,કિશોર તેમજ એક વૃદ્ધ મળી કુલ ત્રણવ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યામૃત્યુ નીપજ્યા છે. પેટલાદ તાલુકાના રાવલી જુનીનગરીમાં રહેતો કિરણ સોમાભાઈતળપદા (ઉં.વ.૨૧) તેમના સંબંધીડાહ્યાભાઈ ધુળાભાઈ તળપદા(ઉં.વ.૬૫) (રહે.વડતાલ રેલવેફાટક), અને ભત્રીજા અર્જુનમોહનભાઈ તળપદા (ઉં.વ.૧૦)બાઈક લઈને બામરોલીસંબંધીની ખબર કાઢવા ગયા હતા.જ્યાંથી રાત્રીના ૧૧ વાગ્યાનાસુમારે પરત આવતા  રાવલી નપહોંચતા પરિવારજનોએ શોધખોળહાથ ધરી હતી.દરમિયાન મંગળવારના રોજ બપોરના ૩વાગ્યાના સુમારે એક સ્થાનિકેરોડની સાઈડની ગટરમાં એકબાઈક તથા ત્રણ લાશો જોતા તેનાસ્થાનિકે તુરતજ આ મામલે વસો પોલીસને જાણકરી હતી. વસો અને માતરપોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોમાં આબનાવ હત્યાનો હોવાની શંકા પ્રવર્તીરહી હોઈ પોલીસે એફએસએલઅને ડોગ સ્કવોર્ડ મારફતે બનાવઅંગે તપાસ હાથ ધરી હતી.દરમિયાન બાઈકનો ચાલક કિરણતળપદાએ ફુલસ્પીડ બાઈકને રોડ પરથી વળાંક લેવા જતા બાઈકસ્લીપ ખાઈ ગટરમાં ખાબકતાત્રણેયને શરીરે ગંભીર ઈજાઓપહોંચી હોવાથી મોત નિપજયું હોવાનું સામે આવતા પોલીસે આમામલે અકસ્માતનો ગુનો દાખલકરવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: