નડિયાદમાં વિઝા આપવાના બહાને યુવાન સાથે રૂપિયા ૭ લાખની છેતરપિંડી.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં વિઝા આપવાના બહાને યુવાન સાથે રૂપિયા ૭ લાખની છેતરપિંડી
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગીરીવર રેસીડેન્સીમાં રહેતા ગોપાલસિંહ પ્રભાતસિંહ ઝાલા જેઓને પરદેશ જવા માટે પ્રયત્નો કરતા હતા. શહેરની એનઈએસ સ્કૂલ પાસે રહેતા વિદેશ જવા બાબત ની વાતચીત કરતા આ જૈનમે વડોદરાના છાણી રોડ પર ઓવરસીસનુ કામ કરતા સેલ્વિન રોબર્ટભાઈ મેકવાન સાથે ગોપાલસિહનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ સેલ્વિને ટુકડે ટુકડે ગોપાલસિહ પાસેથી રૂપિયા ૭ લાખની રૂપિયા મેળવી લીધી હતી. રૂપિયા મેળવ્યા બાદ પણ વિદેશ જવા માટે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી ગોપાલસિહએ ખાતરી કરવા વડોદરા ઓવરસીસમાં જઈ તપાસ કરતા આ ઓફિસ બંધ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ સેલ્વિનના મિત્ર ફ્રેડીનો ફોન ગોપાલભાઈને આવેલ અને જણાવ્યું હતું કે તમારા પૈસા પરત આપવાની જવાબદારી હું લઉં છું તમારું કામ હું કરાવી દઈશ તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. થોડા દિવસો બાદ ગોપાલભાઈના મોબાઈલ પર વર્ક પરમીટ વિઝા અને વિઝા એપ્રુવલ લેટર વોટ્સએપથી મોકલી આપ્યા હતા. જે ઓનલાઇન તપાસ કરતા દસ્તાવેજો ખોટા હતા. તપાસમાં કરતા સેલ્વીને તેમના સિવાય બીજા ૧૬ વ્યક્તિઓ સાથે ખોટું કરેલું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તે સમયે સમાધાન થઈ જતાં નાણા પરત આપવાનો વાયદો કર્યો હતો પરંતુ લાંબા સમય બાદ પણ વિદેશ જવાનું કામકાજ કે નાણાં પરત ન આપતાં આ મામલે નાણાં પરત આપવા સેલ્વીનને કહેતા તેઓએ ધાકધમકી આપી હતી. તેથી ગોપાલસિંહ પ્રભાતસિંહ ઝાલાએ નડિયાદ ટાઉન પોલીસમાં ઉપરોક્ત પોતાના મિત્ર જૈનમ કમલેશભાઈ શાહ, સેલ્વિન રોબર્ટ મેકવાન અને ફ્રેડી નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.