કલેકટર કચેરી ખાતે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ.

નરેશ ગનવાણી નડિયાદ

કલેકટર કચેરી ખાતે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ.

જિલ્લા કલેકટર  કે.એલ બચાણીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇઆ બેઠકમાં ઘઉં તથા ચોખાની ફાળવણી, વિતરણ પ્રમાણ અને ભાવ ખાંડ ફાળવણી અને ઉપાડ આયોડાઈઝડ મીઠું વિતરણ કરવાની યોજના ચણાના વિતરણ અને ભાવ તુવેરદાળના જથ્થાનું વિતરણ પ્રમાણ અને ભાવ ખાદ્યતેલ વિતરણ પ્રમાણ અને ભાવ બાબતે ચર્ચા કરી હાજર સભ્યોને જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા પુરવઠા અધિકારી જિલ્લા પુરવઠા નિરીક્ષકઓની ટીમ દ્વારા એફપીએસ તપાસણીની વિગત ડેઝિગ્રેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદ દ્વારા કરેલ કામગીરી મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી દ્વારા કરેલ કામગીરીની વિગત અને જિલ્લાના તાલુકાઓમાં દુકાનનું સ્થળ ફેર કરી આપવા અંગેની દરખાસ્ત મંજૂરી બાબતે જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં માતર ધારાસભ્ય  કલ્પેશભાઈ પરમાર, મહુધા ધારાસભ્ય  સંજયસિંહ મહીડા, નડિયાદ નગરપાલિકા પ્રમુખ  કિન્નરીબેન, જિલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારગી, મદદનીશ નિયંત્રક કાનૂની માપ અને વિજ્ઞાન અને નાયબ જિલ્લા મેનેજર ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!