પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધ કારણે પરિણીતાને ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાવી.

નરેશ ગનવાણી નડિયાદ

પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધ કારણે પરિણીતાને ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાવી.

નડિયાદ તાલુકાના મંજીપુરા રોડ ઉપર શ્યામ સુંદર સોસાયટીમાં રહેતી બી કોમ થયેલ ૩૨ વર્ષીય યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૬માં મહેસાણા ખાતે રહેતા યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ સ્ત્રીધન લઈને સાસરે આવેલી આ યુવતીનો ઘર સંસાર દોઢ વર્ષ સુધી સારો ચાલ્યો હતો. બાદમાં તેણીને ઘરના કામકાજ અને દહેજ બાબતે પતિ અને વિધવા સાસુ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. તારા પિતાએ કશું આપ્યું નથી તેમ કહી અવારનવાર મહેણાટોણા મારતા હતા. જોકે પરીણીતા આવતીકાલ સારું થઈ જશે તેમ સમજી આ તમામ ત્રાસ મૂંગા મોઢે સહન કરી સાસરીમાં રહેતી હતી.આ દરમિયાન બદલાયેલા પતિના વર્તનથી પત્નીએ તપાસ કરતા પતિને અમદાવાદની કોઈ મહિલા સાથે અફેર હોવાની વાત જાણવા મળી હતી અને જેના કારણે જ પતિ અવારનવાર તેણીને ત્રાસ આપતો હતો. વર્ષ ૨૦૨૦માં જુલાઈ માસમાં પત્નીને પથરીનો દુખાવો ઉપડતા પતિએ દવાખાને લઈ જઈ અને ત્યારબાદ તેણીને પિયરમાં મૂકી ગયો હતો. જોકે સતત દુખાવો રહેતા પીડીતાએ કિડની હોસ્પિટલમાં સારવાર કરાવી ઓપરેશન કરાવ્યું હતું. પરિણીતાને સારું થતા પતિને મહિલા સાથેના આડા સંબંધ આગળ વધે નહીં તેથી પત્નીએ સાસરીમાં જવા પોતાના પિયરમાં વાત કરી   પીડીતાના કાકા દ્વારા કહેવામાં આવતા પતિ કહ્યું તેણીને ઘરમાં લાવીશ નહીં અને જો આવશે તો તેને જીવતી રાખીશ નહીં તે મને જોઈતી નથી હું તેને પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ સગાવાલા દ્વારા આ મામલે સમજાવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ આ તમામ પ્રયત્ન નિષ્ફળ રહ્યા હતા. જેથી કંટાળી પીડીતાએ વર્ષ ૨૦૨૧માં નામદાર કોર્ટમાં ભરણપોષણ માટેની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં સાસરી પક્ષના વ્યક્તિઓને સમન્સ વોરંટ મોકલવા છતાં પતિ અને સાસુ હાજર થતા ન હોય અને સમાધાન પણ કરી આપતા ન હોય છેલ્લે કંટાળેલી પરીણિતાએ પોતાના પિયરમાંથી લાવેલ સ્ત્રીધન પરત મોકલી આપવા જણાવતા સાસરીના લોકોએ ગાળો બોલી તારા પિતાએ આપ્યું છે શું કે તું પાછું માગું છું તેમ જણાવ્યું હતું. આથી આ સંદર્ભે પીડીતાએ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં પોતાના પતિ, વિધવા સાસુ અને પતિની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!