ઝાલોદ એકલ અભિયાન અભ્યુદય યુથ ક્લબ દ્વારા ખેલ પ્રતિયોગીતા વિવિધ રમતોમાં ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ એકલ અભિયાન અભ્યુદય યુથ ક્લબ દ્વારા ખેલ પ્રતિયોગીતા વિવિધ રમતોમાં ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
એકલ અભિયાન અભ્યુદય યુથ ક્લબ દ્વારા ખેલ પ્રતિયોગીતામાં ભાગ લીધો હતો. જેમાં કબડ્ડી, દોડ ,ઉચી કુદ,લાબી કુદ , કુસ્તી તથા યોગ જેવી રમતો યોજાઈ હતી. આ રમાયેલ વિવિધ રમતોમાં ગ્રામ્ય થી શરૂ કરી સંચ તથા અંચલ લેવલે પૂર્ણ કરીને વિજેતા ખેલાડીઓને ગુજરાત સંભાગ લેવલે તા.29તથા30 નવેમ્બરના રોજ શોનગઢ મુકામે સાર્વજનિક સ્કૂલના મેદાનમાં રાખેલ હતી. તેમાં કુલ નવ અંચલો માંથી 400જેટલા ખેલાડીઓએ જુદી જુદી 6 રમતોમાં ભાગ લીધો હતો. જેમાં દાહોદ અંચલની કબડીની ટીમ સંભાગ લેવલે વિજેતા થયેલ છે તથા દોડ તથા કુદમા પણ વિજેતા થયેલ છે. તો આપણા દાહોદ અંચલનુ ગૌરવ એવા બાળકો વિજય થતા ઉત્તર ગુજરાત ભાગ અભિયાન પ્રમુખ મતન કટારાને ભેટી પડ્યા હતા ત્યારે મતનભાઇ કટારાએ આવતા વર્ષ માટે વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે એ માટે વિનંતી કરી આશીર્વાદ આપ્યા હતા સાથે ગ્રામ સ્વરાજ મંચ પ્રમુખ શંકર નિનામાએ પણ બાળકને ઉત્શાહ વધારતા આવતા વર્ષે વધુને વધુ ખેલાડીઓ ભાગ લે એવા આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ તાપી જિલ્લાના જિલ્લા સમાહરતા(જીલ્લા કલેકટર)સાહેબે ટ્રોફી તથા મેડલ આપી આશીર્વાદ આપ્યા એકલ અભિયાન પરિવાર તરફથી પણ આશિર્વાદ મળ્યા હતા દાહોદ અંચલના ગૌરવ વધારતા એકલના ખેલાડીઓ ને એકલ પરિવાર દાહોદ તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા.

